ભુજ શહેરમાં 36 મીટર અેરપોર્ટ રિંગ રોડ વચ્ચે ડિવાઈડરમાં સુશોભનનું કામ ચાલી રહ્યું છે. જે નકશા મુજબ નથી થયું અને ગુણવતા પણ નબળી છે. જે ફરિયાદ સાથે છેક ગાંધીનગરમાં કમિશનરે ફરિયાદ કરાઇ છે. ભુજ નગરપાલિકાઅે 2022ની 14મી જૂને ઠેકેદાર સાથે કરાર કર્યો હતો. પરંતુ, ટેન્ડરની શરતો મુજબ કરવાની ઠેકેદારે પરવાહ કરી નથી. અેકતા જંકશન અને ત્રિમૂર્તિ મંદિર પાસે સિમેન્ટ કોંક્રેટની પી.સી.સી., ત્યારબાદ ડિઝાઈન મુજબ ઈન્ટરલોક લગાડવાના છે.
જે મુજબ થયું નથી અને માત્ર કાળા રંગની બરછટ ભજરી નાખી દેવામાં અાવી છે. જેના ઉપર ઈન્ટરલોક બ્લોક પાથરી દેવાયા છે. કરાર મુજબની સિમેન્ટ મોટર પણ કરાઈ નથી. લેર ન કરવાથી અાયુષ્ય ઘટી જશે. પીળા રંગના ટોડા પથ્થર પણ લગાવાયા નથી. ઈંટો પણ લગાડાઈ નથી. ભુજ નગરપાલિકાની વિપક્ષી નગરસેવિકા મરિયમબેન અેચ. સમાઅે અા પ્રકારની ફરિયાદ કમિશનર, પ્રાદેશિક કમિશનર, કલેકટર, મુખ્ય અધિકારી, રાજકોટ ઝોનના કાર્યપાલક ઈજનેરને કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.