આફટર શોક:કચ્છના રાપર નજીક 3.3 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો, લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા

કચ્છ (ભુજ )10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુલાઈ માસ દરમિયાન 8 આંચકાઓ નોંધાયા
  • રાપરથી 16 કિમી દૂર ભૂકંપનૂું કેન્દ્રબિંદું મળી આવ્યું

કચ્છમાં આજે શુક્રવારે વધુ એક 3.3ની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો આંચકો રિકટર સ્કેલ પર નોંધાયો હતો. રાપર નગરથી 16 કિલોમીટર દૂર પૂર્વ તરફની દિશાએ બપોરે 12.46 કલાકે આ આફટરશોક અનુભવાયો હતો. ભૂકંપ ઝોન 5માં આવતા જિલ્લામાં સમયાંતરે ધરા ધ્રૂજતી રહે છે , જુલાઈ માસ દરમ્યાન 3 કે તેથી વધુની તીવ્રતા ધરાવતા કુલ 8 આફટરશોક સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાઇ ચુક્યા છે. જોકે હાલ આવતા આંચકાનો અનુભવ કેન્દ્રબિંદુ ધરાવતા વિસ્તારના જૂજ લોકોનેજ થતો હોય છે.

આંચકાની સીધી અસર પાકા મકાનો કે બાંધકામ પર થઈ રહી નથી
અવારનવાર આવતા રહેતા ધરતીકંપના આંચકાનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. જોકે તેની સીધી અસર પાકા મકાનો કે બાંધકામ પર વિશેષ જોવા મળી રહ્યો નથી. એક તારણ મુજબ વર્ષોથી કચ્છ પંથકમાં આંચકાઓ અનુભવતા રહે છે. અને ભૂકંપના કારણે જ કચ્છની ધરા અમલમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...