ઘરતીકંપ:લખપતથી 63 કિમી દુર પાકિસ્તાનમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીરક્રિક સામે પાકિસ્તાનના કોઠી વિસ્તારમાં નોંધાયું કેન્દ્રબિંદુ

કચ્છમાં અેકાંતરે આંચકાના સીલસીલા વચ્ચે જયારે સીંધુ નદીના નીર કચ્છમાં અાવતા હતા તે વહેણ વિસ્તાર અેટલે કે, લખપતથી 63 કિ.મી. દુર અાવેલા 3.3ની તીવ્રતાના અાંચકાનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના કોઠી વિસ્તારમાં નોંધાયું છે.લાંબા સમય બાદ પશ્ચિમ કચ્છમાં અને તેમાંય લખપતની બાજુમાં 3.3નો ભૂકંપના અાંચકાથી ધરા ધ્રુજી હતી. તા.13-7, બુધવારના સાંજે 4.8 કલાકે લખપતથી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં 3.3ની તીવ્રતાનો અાંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ સીરક્રિક સામે 24.142 અક્ષાંશ, 68.268 રેખાંશ સાથે 13.3 કિં.મી.ની ઉંડાઇઅે પાકિસ્તાનના કોઠી વિસ્તારમાં નોંધાયું હતું.

અત્રે અે પણ નોંધવું રહ્યું અેક સમયે સીંધુ નદીના પાણી અા વિસ્તારમાંથી જ કચ્છ અાવતા હતા પરંતુ તે સમયે અાવેલા વિનાશક ભૂકંપે અા નદીના વહેણ બદલી નાખ્યા હતા. નિષ્ણાંતોના કહેવા મુજબ વરસાદી પાણી જમીનમાં ઉતરવાના કારણે પૃથ્વીના પેટાળમાં થતી હલચલના પગલે અાવા અાંચકાની શક્યતા વધી જાય છે. તાજેતરમાં જ લખપત તાલુકામાં અેક દિવસમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્યારે નિષ્ણાંતોની વાતને સમર્થન મળતું હોય તેવું લાગી રહ્યું છે. કચ્છમાં તા.9-7 બાદ અેકાંતરે અાંચકાનો દોર જારી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...