જન્મદર રેશિયો:કચ્છના 77 પૈકી 32 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ગામમાં સ્ત્રી જન્મનું પ્રમાણ ઓછું

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરહદી વિસ્તારમાં જન્મદર રેશિયો સુધારવા લોકોમાં જાગૃતિ જરૂરી
  • ગર્ભપરિક્ષણ થતું હોય તો 97277 23764 પર જાણ કરવા અનુરોધ

કચ્છના 67 પીએચસી અને 10 યુએચસી મળી 77 આરોગ્ય કેન્દ્ર પૈકી 32 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ગામમાં સ્ત્રી જન્મનું પ્રમાણ ઓછું હોવાની વાત સામે આવી છે.જેથી આ વિસ્તારમાં સ્ત્રી જન્મદર સુધારવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલાઓ ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગર્ભ પરિક્ષણ સામે જાગૃતિ આવે અને સમાજમાં મહિલા અને પુરૂષનું જાતીય કુદરતી પ્રમાણ સરખું થાય તથા સ્ત્રી ભૃણ હત્યાના બનાવ અટકે તે માટે જિલ્લા પંચાયત ખાતે પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક મળી હતી.

જેમાં જિલ્લાના સોનોગ્રાફી સેન્ટરોની ઓચિંતી મુલાકાત લઇ નજર રાખવા ભાર મૂકવામાં આવ્યો છે તેમજ બાતમી મળી રહે તે માટે હ્યમુન ઇન્ટેલીજન્સ વધારવા તાલુકા આરોગ્ય અધિકારીઓને જણાવાયું હતું.આ બેઠકમાં કચ્છમાં કાર્યરત તમામ સોનોગ્રાફી સેન્ટરો દ્વારા સર્ગભા માતાઓની સારવાર અર્થે જે તપાસ થાય છે, તે અંગેના ફોર્મ-એફ અને રજિસ્ટરમાં નોંધણી તેમજ ઓનલાઇન એન્ટ્રી અંગે દર માસે નિયમિત ચેંકીગ કરવા તથા દરેક સોનોગ્રાફી સેન્ટરની ઓચિંતી મુલાકાત લેવા સૂચના અપાઇ હતી.

વર્ષ 2021-2022ના ડેટા મુજબ અર્બન આદિપુર-2, ગાંધીધામ-1, કિડાણા, નીરોણા, મંગવાણા, નેત્રા, અર્બન ભચાઉ ,આમરડી, જંગી, ધોળાવીરા, મોટા દિનારા, કોડકી, અર્બન હેલ્થ સેન્ટર - માંડવી, આંસબીયા નાના, કોડાય, ગુંદીયાળી, મોટા લાયજા, મોડી ભાડઇ , તલવાણા, દરશડી, મોટા કાંડાગરા, ભુજપુર, ચીત્રોડ, ગેડી, ભીમાસર(ભૂ), ગાગોદર,બેલા, સુવઇ, નારાયણ સરોવર, બરંદા, ઘડૂલી, માતાના મઢ વગેરે પીએચસીના ગામમાં સેકસ રેશિયો ઓછો છે ત્યાં પ્રચાર-પ્રસાર દ્વારા જનજાગૃતિ લાવવા નિર્ણય લેવાયો હતો. કચ્છ કે જિલ્લા બહાર ગેરકાયદે થતા ગર્ભપરિક્ષણ મુદે લોકો ખાનગી રાહે મોબાઇલ નં.97277 23764 પર એસએમએસથી સીધા જ જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરી શકશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. માઢકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...