નલિયામાં અર્ચન કંપનીમાં ધંધા માટે ભાગીદારીમાં ડમ્પર લઇ ઠગાઈ કરવામાં આવી હતી.ફરિયાદીના નામે ત્રણ ડમ્પર પર લોન લઇ હપ્તા ન ભરી વાહન પરત ન આપતા નલિયા પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ કરવામાં આવી છે.ભુજના ગણેશનગર ખાતે રહેતા ફરિયાદી કમલેશભાઈ જીવરામભાઈ ગોસ્વામીએ નલિયાના ખોના ફળિયામાં રહેતા આરોપી અતુલગીરી ઇશ્વરગીરી ગોસ્વામી વિરુધ્ધ ઠગાઈની ફરિયાદ નોધાવી છે.ફરિયાદીએ અર્ચન કંપનીમાં ધંધા માટે આરોપી સાથે ભાગીદારીમાં જી.જે.07 વાય.જેડ 5752,જી.જે.16 જેડ 3194 અને જી.જે.12 એ.જેડ 9324 નંબરના ત્રણ ડમ્પર લીધા હતા.જેનું ડાઉનપેમેન્ટ આરોપીએ ભર્યું હતું.
જયારે ત્રણે ડમ્પર પર ફરિયાદીના નામે રૂપિયા 32,20,000 ની લોન લીધેલ હતી.આરોપીએ વાહનો પર લીધેલ લોનનો હપ્તો સમયસર ભર્યો ન હતો.આ ઉપરાંત ફરિયાદીને વાહનો પણ પરત આપ્યા ન હતા.જેના પગલે આરોપી વિરુધ્ધ નલિયા પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ કરવામાં આવતા પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.