માંડવી તાલુકાના કોટડી મહાદેપુરી ગામમાં પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગૃપે બાતમીના આધારે ગેરકાયદે રેતીની ચોરી કરતા ત્રણ શખ્સની એક જેસીબી, બે ટ્રેકટર સાથે ઝડપી પાડી મુદામાલ કબજે લઇ કાર્યવાહી કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીની ટીમે બાતમીના આધારે કોટડી મહાદેવપુરી ગામે ગઢશીશા પોલીસને સાથે રાખી છાપો મર્યો હતો. દરોડા દરમિયા કોટડી મહાદેવપુરી ગામે અબડાસા તાલુકાના નરેડી ગામના સુરેશ રવજીભાઇ બુચીયા, ખાવડાના જુણા ગામના સમા અસમાણ સાજી, તુગા ગામના અભુભકર સમા સહિત ત્રણ શખ્સોને ગેરકાયદ માટી ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસે એક જેસીબી તેમજ રેતી ભરેલા બે ટ્રેકટરો ડીટેઇન કરીને ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી આરોપીઓ વિરૂધ આગળની કાર્યવાહી કરવા સોંપ્યા હતા. આ કામગીરીમાં પશ્ચિમ કચ્છ એસઓજીના પીઆઇ એમ.આર.બારોટ, પીએસઆઇ એ.આર.ઝાલાની સુચનાથી એએસઆઇ જોરાવરસિંહ જાડેજા, તથા ગઢશીશા પોલીસ સ્ટેશનના એએસઆઇ પેથાભાઇ સોધમ તથા લક્ષ્મણભાઇ ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.