હરામીનાળા વિસ્તારમાંથી બીએસએફના જવાનોએ 3 પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા હતા.બીએસએફે ઘુસણખોરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા દયાપર પોલીસને હવાલે કર્યા હતા.ત્યારબાદ ત્રણેય પાકિસ્તાની માછીમારોને ભુજ જેઆઈસી(સંયુક્ત પૂછપરછ કેન્દ્ર)માં મોકલી દેવામાં આવ્યા છે. કચ્છની સંવેદનશીલ દરિયાઈ સરહદ હરામીનાળા વિસ્તારમાંથી રવિવારે રાત્રે બીએસએફે પેટ્રોલિંગ દરમ્યાન ત્રણ પાકિસ્તાની માછીમારોને પકડી લીધા હતા.બીએસએફના આઈજીની ત્રણ દિવસીય મુલાકાત સમયે પાકિસ્તાની ઘુસણખોર માછીમારો ઝડપાયા હતા.
સુત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાની માછીમારો શનિવારે ઝીરો પોઈન્ટથી નીકળ્યા હતા.સારી અને કીમતી માછલીઓની લાલચમાં માછીમારો હરામીનાળા વિસ્તારમાં ઘુસ્યા હતા.જેને બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન બોટ સાથે ઝડપી લીધા બાદ કાયદેસરની કાર્યવાહી કરવા દયાપર પોલીસને સોપવામાં આવ્યા હતા.ત્યારબાદ પાકિસ્તાની માછીમારોની વધુ પૂછપરછ માટે દયાપર પોલીસે ત્રણેયને ભુજ સ્થિત જેઆઈસીને હવાલે કર્યા છે.ઘુસણખોરીના બનાવને કારણે હાલ બીએસેફ દ્વારા હરામીનાળા વિસ્તારમાં સર્ચ વધારી દેવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.