કાર્યવાહી:સાતમાંથી 3 મરઘી વેચનારાએ લાયસન્સ આપ્યું, 4 દુકાનને તાળા

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોરાક અને અાૈષધ નિયમને સત્તા ન હોઈ પાલિકાને સીલિંગ સોંપાયું
  • પેઢીની તપાસ બાદ જોગવાઈઅોનું પાલન ન જણાતા કાર્યવાહી

ભુજ શહેરમાં ખોરાક અને અાૈષધ નિયમન તંત્ર દ્વારા મરઘીનું વેચાણ કરતી 7 પેઢીઅોની મીટના વેચાણ અને સંગ્રહ બાબતે તપાસ થઈ હતી, જેમાં ફુડ સેફ્ટી અેન્ડ સ્ટાન્ડર્ડ કાયદાની જોગવાઈઅોનું પાલન થતું ન હતું, જેથી ભુજ નગરપાલિકાને સીલિંગની કાર્યવાહી સોંપવામાં અાવી હતી.

ખોરાક અને અાૈષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનરે મુખ્ય અધિકારીને સીલિંગ કરવા બાબતે જણાવ્યું હતું કે, પ્રિમાયસીસ સીલ કરવાની સત્તા નગરપાલિકાને છે, જેથી સુરલભીટ રોડ ઉપર કે.જી.અેન. મુર્ગી સેન્ટર, સમા મુર્ગી સેન્ટર, નાગોર રોડ ઉપર પાકિઝા મુરઘી સેન્ટર, કેમ્પ અેરિયામાં ખ્વાઝા ગરીબે નવાઝ મુરઘી સેન્ટર, અહેમદશા મુર્ગી સેન્ટર, સલવા ચીકન સેન્ટર, જાફર ચીકન સેન્ટરને સીલ કરી દેવી. જોકે, ત્યારબાદ ત્રણ પેઢીઅોઅે લાયસન્સ રજુ કરી દીધું હતું, જેથી માત્ર ચાર પેઢીમાં જ સીલિંગની કાર્યવાહી કરવામાં અાવી હતી. પરંતુ, સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અેક બે પેઢીની દુકાનમાં જીવતી મરઘીઅો અંદર રહી ગઈ હતી, જેથી માલિકો દોડધામમાં મૂકાયા હતા.

હજુ વધુ પેઢી સામે તપાસ ચાલુ
મુખ્ય અધિકારીને સીલિંગની કાર્યવાહી માટે લેખિતમાં કહેવાયું અેમાં જણાવાયું હતું કે, ફુડ સેફ્ટી અોફિસર્સ દ્વારા પેઢીના જવાબદાર સામે કલેકટરની કોર્ટમાં અરજી દાખલ કરવામાં અાવી છે. હજુ અન્ય પેઢીઅોની તપાસ ચાલુ છે. જેમની સામે પણ કેસ દાખલ કરવામાં અાવશે. અામ, હજુ વધુ પેઢીઅો સામે સીલિંગની કાર્યવાહી થાય અેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...