માર્ચ એન્ડિંગની વર્તાતી અસર:ભુજમાં દસ્તાવેજની નોંધણીમાં 3 દિવસનું વેઇટીંગ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીનો સમય વધારાયો, આજથી સવારે 9થી 6 ચાલુ રહેશે
  • અગાઉ રોજના 50 દસ્તાવેજ રજિસ્ટર થતાં, હવે 70 લેખની કરાતી નોંધણી

ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણતા ભણી અાગળ ધપી રહ્યો છે ત્યારે કચ્છમાં દસ્તાવેજની નોંધણીમાં માર્ચ અેન્ડીંગની અસર વર્તાઇ રહી છે. જિલ્લા મથક ભુજમાં 3 દિવસના ટોકન વેઇટીંગમાં છે અને કચેરીનો સમય પણ વધારાયો છે.

કચ્છમાં માર્ચ અેન્ડિંગના કારણે દસ્તાવેજની નોંધણીમાં અાંશિક વધારો નોંધાયો છે. સરકારે જંત્રી ભાવમાં બમણો વધારો ઝીંકવાની સાથે તેની અમલવારી શરૂ કરી દીધી હતી પરંતુ ત્યારબાદ તેની અમલવારીની મુદત લંબાવી છે.

ભુજ સબ રજિસ્ટર કચેરીના સબ રજિસ્ટ્રાર સી.અેન. વાઘેલાએ જણાવ્યું હતું કે, દર વર્ષ માર્ચ મહિનામાં દસ્તાવેજની નોંધણીમાં અાંશિક વધારો હોય છે. ભુજમાં માર્ચ મહિનાની શરૂઅાત પહેલા દરરોજના 50 લેખની નોંધણી થતી હતી, જેના બદલે હવે દરરોજના 70 દસ્તાવેજ રજિસ્ટર કરવામાં અાવી રહ્યા છે.

દસ્તાવેજની નોંધણી માટે અગાઉથી ટોકન લેવાનું હોય છે, જેમાં હાલે ત્રણ દિવસનું વેઇટીંગ ચાલી રહ્યું છે. ભુજ સબ રજિસ્ટર કચેરીમાં દસ્તાવેજ નોંધણીના સમયમાં વધારો કરાયો છે, જે અગાઉ સવારે 10.30થી સાંજે 5.30 વાગ્યાનો સમય હતો, જેના બદલે હવે તા.4-3, શનિવારથી સવારે 9થી સાંજે 6 વાગ્યા સુુધીનો રહેશે.

25,26 માર્ચ રજા હોવા છતાં કચેરી ચાલુ રહે તેવી શક્યતા
દર માર્ચ મહિનામાં લક્ષ્યાંકો પૂર્ણ કરવા કચ્છ સહિત રાજ્યની મહત્વની કચેરીઅો સવારે વહેલી શરૂ થવાની સાથે સાંજે મોડે સુધી ચાલુ રહે છે ત્યારે અાગામી તા.25 માર્ચે ચોથા શનિવાર અને તા.26 માર્ચના રવિવારની રજા હોવા છતાં પણ ભુજની સબ રજિસ્ટર કચેરી કાર્યરત રખાય તેવી શક્યતા સેવાઇ રહી છે, જો કે, અા અંગે હજુ સુધી સત્તાવાર કોઇ અાદેશ અાવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...