રસ્તાનું ભુમિપૂજન:માનકુવા ગામના તમામ રસ્તા ડામરથી મઢવા 3 કરોડની દરખાસ્ત

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2.20 કરોડના ખર્ચે બનનારા ત્રણ નવા રસ્તાનું ભુમિપૂજન

માનકુવા ગામના તમામ રસ્તા ડામરથી મઢવા 3 કરોડની દરખાસ્ત કરાઇ છે અને 2.20 કરોડના ખર્ચે બનનારા ત્રણ નવા રસ્તાનું ભુમિપૂજન વિધાનસભા અધ્યક્ષાના હસ્તે કરાયું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત માનકુવામાં વિધાનસભા અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યના હસ્તે રૂ.2.20 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ત્રણ નવા રસ્તાનું ભૂમિપૂજન કરાયું હતું જયારે રૂ.1.5 કરોડના ખર્ચે અન્ય ત્રણ નવા રસ્તા બનાવવાની જાહેરાત કરાઇ હતી.

ગામના સદુરાઈ તળાવ ખાતે નિમાબેન આચાર્યએ રૂ.60 લાખના ખર્ચે બનનારા એસ.એચ.ટુ કેરા માનકુવા રોડથી બાલક્રિષ્ના ગૌ શાળા કોડકી ગામને જોડતો રોડ , રૂ.40 લાખના ખર્ચે બનનારા માનકુવા તળાવથી ભારાસરને જોડતો રસ્તો, રૂ.120 લાખના ખર્ચે ભારાસરના રતના કાનજીના મકાનથી દક્ષિણ બાજુ અનુસૂચિત જાતિના કબ્રસ્તાનથી રવજી મૂળજીની વાડી રેલવે ક્રોસિંગને જોડતો રસ્તો એમ કુલ ત્રણ રસ્તાનું ભૂમિપૂજન કરી, સિંચાઇ માટે નર્મદાના વધારાના નીરની યોજના માટે નવું નામ સૂચવવા લોકોને આહવાન કર્યું હતું.

આ તકે ત્રણ નવા રસ્તાની મંજૂરીની જાહેરાત કરી હતી, જેમાં રૂ.1 કરોડના ખર્ચે ડાકડાઇ વિસ્તાર અને રબારીવાસનો રસ્તો, રૂ.30 લાખના ખર્ચે માનકુવા ભોજાણી વિસ્તાર નરાવારો રોડ, રૂ.30 લાખના ખર્ચે માનકુવા પીરવારી નદીથી જુનાવાસ ડેરાવારો રોડનો સમાવેશ થાય છે. માનકુવા સરપંચ રમેશ ભુડિયા, ઉપસરપંચ શાંતાબેન દબાસિયા, જિ.પં. સદસ્ય મનીષાબેન વેલાણી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...