ફરિયાદ:લાખોંદની સીમમાં એક જ રાતમાં માલિકીના ખેતરમાંથી 2.91 લાખની સાદી માટી ચોરાઈ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માટી ચોરનાર ગામના શખ્સ સામે ફરિયાદ થતા અટકાયત કરાઇ

સરકારી જમીનમાંથી ચોરી થઈ હોય તેવી ઘટનાઓ તો આપણે સાંભળી છે પણ ખાનગી માલીકીના ખેતરમાંથી રાતોરાત રૂ.2.91 લાખની માટી ચોરાઈ ગઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.જેને લઈને પોલીસ પણ અચરજમાં મુકાઈ ગઈ છે.

ભુજ તાલુકાના લાખોંદ ગામે ગત 28મી તારીખે રાત્રે આ માટીચોરી થઈ હતી.ફરિયાદી ગામના મહેશ્વરીવાસમાં રહેતા વેરશીભાઈ લઘુભાઈ મતીયાએ જણાવ્યું કે,તેમની માલિકીનું ખેતર લાખોંદ વાડી વિસ્તારમાં સર્વે નંબર 272/3 વાળું આવેલું છે.આ ખેતરમાંથી ગત તા.28 ની રાત દરમ્યાન મોટા વાહનો લગાવીને સાદી માટીની ચોરી કરવામાં આવી છે.

આરોપી ગામમાં રહેતા રણધીર નારણ ચાવડાએ ખેતરમાંથી 1663.875 મેટ્રિક ટન સાદી માટીની ચોરી કરી હતી.જેની કિંમત રૂ.2, 91,169 આંકવામા આવી છે.જેથી પધ્ધર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ચૌધરીને સોંપી છે.તપાસનીસથી વાત કરતા જણાવ્યું કે,એક જ રાતમાં આ માટીની ચોરી કરવામાં આવી હતી.આરોપીને રાઉન્ડઅપ કરી લેવાયો છે.ચોરી માટે કોણ કોણ સામેલ હતું અને કયા સાધનો ઉપયોગમાં લેવાયા તેમજ માટી કયા રાખી છે તે સહિતની બાબતે તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...