કાર્યવાહી:ખાવડા વિસ્તારમાંથી 28.53 લાખની ખનીજચોરી પકડી પડાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 838માંથી 49 કનેકશનમાં ગેરરીતિ જણાઈ આવી

સોમવારે પીજીવીસીએલની રાજકોટ કચેરીએથી આવેલી વિજીલન્સની ટીમે માધાપર અને કુકમા વિસ્તારોમાં ચેકિંગ કરી 45.36 લાખની વીજ ચોરી ઝડપી હતી.બીજા દિવસે પણ ચેકિંગ જારી રહેતા ખાવડા વિસ્તારમાંથી વીજચોરી ઝડપી લેવાઈ હતી.જેમાં 32 ટીમો દ્વારા અલગ અલગ 49 કનેક્શનમાં 28.53 લાખની વીજચોરી થઈ હોવાનું સામે આવતા પગલાં લેવાયા હતા.

ભુજ ડિવિઝનમાં આવતા ખાવડા અને ભુજ ગ્રામ્ય કચેરીના વિસ્તારમાં ઘર વપરાશના 571, વાણિજ્યિક હેતુના 260, એક ઔદ્યોગિક એકમનું તેમજ ખેતીવાડીના 6 મળી 838 વીજ જોડાણ ચેક કરાયા હતા જેમાંથી ઘર વપરાશના 33, કોમર્શિયલ 13, એક ઔદ્યોગિક અને ખેતીવાડીના બે જોડાણમાં નિયમ વિરૂધ્ધ વીજ વપરાશ થતો હોવાનું સામે આવતા 28.53 લાખના દંડ સહિતના બિલ ફટકારવામાં આવ્યા હતા.ચેકિંગ દરમિયાન 29 ગ્રાહકો ગેરરીતિ સાથે વીજ વપરાશ કરતા હોવાનું જણાતાં કલમ 126 તળે જ્યારે 20 વપરાશકારો વીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું.આજે પણ આ ડ્રાઇવ જારી રહેશે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું.

ટેન્ટસિટીમાં નિયમોના ભંગ સાથે વીજ વપરાશ
દરમ્યાન સૂત્રોએ જણાવ્યું કે,ખાવડા વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ધોરડો ટેન્ટસિટીમાં કરવામાં આવેલા ચેકિંગમાં નિયમોના ભંગ સાથે વીજ વપરાશ થતો હોવાનું જણાઇ આવ્યું હતું.ટેન્ટસીટીમાં દાયરા કરતા વધુ જોડાણો લેવાયા હોઈ તપાસ કરવામાં આવી રહી છે.નિયમોના ઉલ્લંઘન સંદર્ભે આજે તપાસ રીપોર્ટ તૈયાર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...