ભુજના વ્યક્તિ સાથે હરિદ્વારમાં ગઢવી સમાજવાડીમાંથી અગાઉ છુટા કરેલા મેનેજર દ્વારા 10 રૂમ બુકિંગ કરવાના નામે ઓનલાઈન રૂપિયા 27,500 લઇ રૂમ બુક ન કરાતા ઠગાઈની ફરિયાદ નોધાઇ છે.ફરિયાદી આનંદભાઈ નરપતદાન ગઢવીએ મૂળ પંચમહાલના બારૈયા મુવાળા ગામના અને અગાઉ હરિદ્વારમાં આવેલ શક્તિ સદન ગઢવી સમાજવાડીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા આરોપી દેવરાજ વિભાભાઈ ગઢવી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આજથી આઠેક મહિના અગાઉ હરિદ્વાર ફરવા ગયા એ દરમિયાન આરોપી સાથે પરિચય થયો હતો.
ત્યારબાદ ગત તારીખ 25/10/2022 ના ફરિયાદીને પરિવાર સાથે હરિદ્વાર ફરવા જવાનું થતા આરોપીનો સંપર્ક કરી તારીખ 24/8/2022 ના ઓનલાઈન રૂપિયા 22,500 ટ્રાન્સફર કરી સાત રૂમ બુક કરાવ્યા હતા. ત્યારબાદ વધુ રૂમની જરૂરીયાત હોતા રૂપિયા 5 હજાર ટ્રાન્સફર કરી વધુ ત્રણ રૂમ બુક કરાવ્યા હતા. આરોપીએ ફરિયાદીને રૂપિયા 22,500 મળી ગયા અને 10 રૂમ બુક થઇ ગયાની ખાત્રી આપી હતી.
પરંતુ ફરિયાદી બુકિંગ કરેલ તારીખે દિવાળીના દિવસે હરિદ્વાર શકિત સદન સમાજવાડી જઈ તપાસ કરતા પોતાના નામે કોઈ રૂમ બુક કરેલ ન હોવાનું જાણવા મળ્યું હતું. એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.