કચ્છમાં ડિસેમ્બર મહિનાના નિયમિત વિતરણ સાથે 2,65,549 અેનઅેફઅેસઅે રાશનકાર્ડ ધારકોને નિયમિત ઉપરાંત વિનામૂલ્યે રાશનનું વિતરણ કરવામાં અાવશે. નિ:શુલ્ક વિતરણ કામગીરી જિલ્લાની 674 વાજબી ભાવની દુકાનોઅેથી તા.15-12,ગુરૂવારથી કરવામાં અાવશે, જેનો લાભ જિલ્લાના 12,45,520 લાભાર્થીઅોને મળશે. વિનામૂલ્યે વિતરણ માટે જિલ્લાની સંબંધિત વ્યાજબી ભાવની દુકાનોઅે અનાજનો જથ્થો પહોંચતો કરાયો છે.કચ્છમાં કોરોનાકાળ દરમ્યાન કચ્છ સહિત સમગ્ર રાજ્યના અેનઅેફઅેસઅે હેઠળ અાવતા રાશનકાર્ડ ધારકોને નિયમિત વિતરણ સાથે વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ કરાયું હતું.
ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીના પગલે મતદારોને રીઝવવા માટે વિતરણ અા વિતરણ કામગીરી લંબાવાઇ હતી અને હવે ડિસેમ્બર મહિનાનું અનાજ પણ સંબંધિત લાભાર્થીઅોને વિનામૂલ્યે અપાશે. મળતી વિગતો મુજબ સામાન્ય રીતે નિયમિત વિતરણ અેટલે કે, વાજબી ભાવે અપાતું રાશન સંભવત: દર મહિનાની તા.2થી શરૂ થઇ જાય છે પરંતુ ત્યારબાદ બાદ વિનામૂલ્યે રાશન માટે ફરી ધક્કો ન ખાવો પડે તે માટે જિલ્લાના રાશનકાર્ડ ધારકો વિનામૂલ્યે રાશનનું વિતરણ ચાલુ થયેથી નિયમિત અને નિ:શુલ્ક અનાજ અેકસાથે લઇ જાય છે.
ડિસેમ્બર મહિનાનું નિયમિત વિતરણ ચાલુ થઇ ગયું છે અને હવે તા.15-12, ગુરૂવારથી વિનામૂલ્યે વિતરણની કામગીરી શરૂ કરાશે, જેના માટે માલનો જથ્થો સંબંધિત વ્યાજબી ભાવની દુકાનોઅે પહોંચતો કરી દેવામાં અાવ્યો છે.સૂત્રોના કહેવા મુજબ વિનામૂલ્યે વિતરણની કામગીરી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને લંબાવાઇ હતી અને હવે ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે, જેથી જાન્યુઅારીથી માત્ર નિયમિત અેટલે કે, રાહતદરે વિતરણ કરાતું અનાજ જ અાપવામાં અાવશે.
NFSA રાશનકાર્ડ અને લાભાર્થીઅો | ||
તાલુકો | રાશનકાર્ડ | લાભાર્થી |
માંડવી | 29,487 | 1,28,700 |
અંજાર | 21,886 | 98,393 |
અબડાસા | 20,261 | 92,389 |
ગાંધીધામ | 33,947 | 1,68,686 |
નખત્રાણા | 24,310 | 1,11,034 |
ભચાઉ | 23,535 | 1,14,763 |
ભુજ | 56,329 | 2,59,526 |
મુન્દ્રા | 17064 | 73,830 |
રાપર | 27,464 | 1,50,541 |
લખપત | 11,266 | 47,658 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.