નિમણુંક કરવા ઇન્ટરવ્યૂ:કચ્છ યુનિવર્સિટીમાં LLM ના કોર્સમાં ઓનલાઇન 260 ફોર્મ ભરાયા, હવે અભ્યાસક્રમ નક્કી કરાશે

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીએ અધ્યાપકોની નિમણુંક કરવા ઇન્ટરવ્યૂ કર્યા

કચ્છ યુનિવર્સિટી દ્વારા માસ્ટર ઇન લો ની ડીગ્રી માટે ચાલુ વર્ષથી LLM કોર્ષની શરૂઆત કરવામાં આવી છે.જેમાં કુલ 260 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.ઉમેદવારના નામાંકન પત્ર આવી જતા હવે બોર્ડ ઓફ સ્ટડીઝની મીટીંગ બોલાવીને અભ્યાસક્રમ સહિતની બાબતો નક્કી કરાશે.

સૂત્રોએ જણાવ્યું કે,યુનિવર્સિટી દ્વારા કોર્ષ ક્યા બિલ્ડીંગમાં થશે,કેટલી સીટો છે તેમજ અનામત વર્ગની કેટલી સીટો છે,ક્યા વિષયો છે, કેટલા સેમેસ્ટર છે,અધ્યાપકો કેટલા, ફી કેટલી છે તે સહિતની બાબતની સ્પષ્ટતા કરી નથી. અલબત્ત આ બાબતે રજીસ્ટ્રાર ઘનશ્યામ બુટાણીને પુછતા તેમણે જણાવ્યું કે,LLMનો કોર્ષ આ વર્ષથી યુનિવર્સિટીમાં ચાલુ કરવામાં આવનાર છે.

અત્યારસુધી 260 જેટલા ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે તેમજ બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક બોલાવવામાં આવશે જેમાં અભ્યાસક્રમ સહિતની બાબતો નક્કી કરવામાં આવશે.વિદ્યાથીઓ વધુ હોવાથી બે બેચ પણ રાખવાના મુદ્દે ચર્ચા થશે.હાલમાં અધ્યાપકોના ઇન્ટરવ્યૂ પણ કરી લેવાયા છે.ફી વિદ્યાથીઓને પરવડે તેટલી જ હશે તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવી અનિવાર્ય ન હોવાનું પણ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...