છેતરપિંડી:કોઠારામાં મોટી રાયણના વ્યક્તિ સાથે 2.50 લાખની ઠગાઇ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ 4 લાખમાંથી દોઢ લાખ આપી બાકીના નાણા ન આપ્યા

માંડવી તાલુકાના મોટી રાયણ ગામે રહેતા વ્યક્તિ સાથે કોઠારામાં ટ્રેકટરના સોદામાં અઢી લાખની છેપરપીંડી કરનાર અબડાસાના રાપરગઢના શખ્સ વિરૂધ કોઠારા પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ માંડવી તાલુકાના મોટી રાયણ ગામે રહેતા મહેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ છાભૈયાએ કોઠારા પોલીસ મથકમાં રાપરગઢના યુસુબ અધાભા ધરાડ વિરૂધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી માંડવીના દુર્ગાપુર રોડ પર વિશ્વાસ ટ્રેકટર એન્ડ કંપની જે તેમના પત્નિના નામે અને બીટ્ટા ગામના વૈશાલીબેન વસંતલાલ વડોરના સયુક્ત નામે છે. તેનો વહીવટ ફરિયાદી ચલાવે છે. ફરિયાદીએ ગત ડીસેમ્બર 2019ના 4 લાખ રૂપિયાનું ટ્રેકટર રાપરગઢના રહેવાસી નરેન્દ્રભાઇ ધનજીભાઇ શાહના કહેવાથી રાપરગઢના આરોપી યુસુબ અધાભા ધરાડને કોઠારા મધ્ય વેચાણ અર્થે આપ્યું હતું. અને તેનું કોઇ પણ જાતનું લખાણ લીધું ન હતું આરોપીએ સોદા પેટે 1 લાખ 50 હજાર આપ્યા હતા.

બાદમાં ફરિયાદી વતી અવાર નવાર બાકીના નાણા માટે ઉઘરાણી કરાતા આરોપી રૂપિયા કે ટ્રેકટર નહીં આપવાનું કહી થાય તે કરી લેજો તેવી ધમકી આપતાં આરોપી વિરૂધ કોઠારા પોલીસ મથકમાં વિશ્વાસધાત છેતરપીંડીનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આગામી સમયમાં પુરાવવા ભેગા કરી જરૂરી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...