કામગીરી:25 હજારથી 75 લાખ સુધીની ખરીદીમાં ખાતાકીય સમિતિની મંજૂરી જરૂરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લસ પોર્ટલ અમલમાં આવતા રચના કરવામાં આવી હતી

ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅો દ્વારા ચીજ વસ્તુઅો, સેવાઅોની ખરીદી ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લસ પોર્ટલ મારફતે કરવા અંગે ખાતાકીય ખરીદ સમિતિની રચના કરાઈ હતી, જેમાં 25 હજારથી 75 લાખ રૂપિયા સુધીની ખરીદી માટે ખાતાના વડા જાહેર કરાયેલા હોય તે અધિકારીની અધ્યક્ષતામાં ખાતાકીય ખરીદ સમિતિ પાસે મંજુરી લેવી પડશે. અેવો અાદેશ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 30મી ડિસેમ્બરે તમામ જિલ્લા વિકાસ અધિકારીને કર્યો હતો.

ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવનો સંદર્ભ અાપીને જણાવાયું હતું કે, રાજ્યના વહીવટી વિભાગો, ખાતાના વડાઅો અને જિલ્લા, તાલુકા કચેરીઅો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅો દ્વારા થતી ચીજ વસ્તુઅો, સેવાઅોની ખરીદી ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લસ પોર્ટલ મારફતે કરવા જુદી જુદી નાણાકીય સત્તા મર્યાદાને અાધીન ખરીદ સમિતિઅોની રચના કરવામાં અાવી છે. જિલ્લા, પ્રાદેશિક કક્ષાઅે જે કચેરીઅો ખાતાના વડા જાહેર પણ થયા છે. તે કચેરીની ખાતાકીય ખરીદ સમિતિની સત્તા મર્યાદા 25 હજારથી 75 લાખ સુધીની રહે છે.

પરંતુ, જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ખાતાકીય ખરીદ સમિતિની રચના કરવામાં અાવી જ છે, જેથી સમિતિઅે જિલ્લા પંચાયત હસ્તકની 25 હજારથી 75 લાખ સુધીની ખરીદીને મંજુરી અાપવાની રહે છે. જોકે, અમુક જિલ્લા પંચાયતો દ્વારા 25 હજારથી 5 લાખ સુધીની ખરીદી માટે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના શાખા અધિકારીઅોની અધ્યક્ષતા સાથેની સમિતિઅો જુદા જુદા ઠરાવો અને પરિપત્રોની જોગવાઈઅોને અનુરૂપ નથી.

જે કિસ્સામાં જિલ્લા અને પ્રાદેશિક કક્ષાની કચેરીના વડા ખાતાના વડા હોય તે કચેરીઅોમાં સમિતિ અસ્તિત્ત્વમાં રહેતી નથી અને 25 હજારથી 75 લાખ સુધીની ખરીદી ખાતાના વડા જાહેર કરાયેલા હોય તે અધિકારીની અધ્યક્ષતામાં ખાતાકીય ખરીદી સમિતિ સમક્ષ મંજુરી માટે નિયત અેજન્ડા સહિત રજુ કરવાના રહે છે.

અન્ય સમાચારો પણ છે...