લમ્પી રોગચાળો:છેલ્લા બે દિવસથી મૃત ઢોરોમાં ઘટાડો છતાં દૈનિક 25ના મોત

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વહીવટ તંત્રના પોકળ દાવાની બીજી બાજુનું સત્ય
  • સુધરાઈની સેનિટેશન શાખા રાહતનો શ્વાસ લે ત્યાં વળી સંખ્યા વધે

ભુજ નગરપાલિકાઅે અેક બાજુ કોડકી રોડ ઉપર અાઈસોલેશન સેન્ટર શરૂ કર્યું છે અને બીજી બાજુ સેનિટેશન શાખા દ્વારા શહેરમાં લમ્પીગ્રસ્ત દુધાળા ઢોરોના મૃતદેહ ઉપાડવા દિવસ રાત દોડી રહી છે. જોકે, છેલ્લા 2 દિવસથી મૃત ઢોરોની સંખ્યામાં ઘટાડો થયો છે. અામ છતાં દૈનિક 20થી 25 મૃત ઢોરો ઉપાડવાની વરધી મળતી રહે છે ! જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા નાયબ પશુપાલન નિયામકની કચેરીઅે લમ્પી ચર્મરોગથી સંક્રમિત દુધાળા ઢોરોના મૃત્યુનો દર 2 ટકા હોવાના અાશ્વાસન અને ખાતરી સાથે ગાય સંવર્ગના પશુઅોના મોતને સ્વાભાવિક ગણી રહી છે ત્યાં ભુજ શહેરમાં જુલાઈ માસ દરમિયાન દૈનિક સરેરાશ 50થી 60 ઢોરોના મોત થઈ રહ્યા છે.

જોકે, છેલ્લા બે દિવસથી અે અાંકડો ઘટીને 20થી 25 મૃત ઢોર ઉપર ઉતર્યો છે. પરંતુ, સુધરાઈની સેનિટેશન શાખા રાહતનો શ્વાસ લે અે પહેલા ફરી સંખ્યા વધવા માંડે છે. જે જિલ્લા વહીવટ તંત્રના પોકળ દાવાની બીજી બાજુનું ખુલ્લું સત્ય છે. જોકે, બિન સરકારી સેવાભાવી સંસ્થાઅોઅે દુધાળા ઢોરોને લાડવામાં દવા ભેરવીને ખવડાવવાનું શરૂ કર્યા બાદ અસરગ્રસ્ત ઢોરો સાજા પણ થઈ રહ્યા છે.

જો દરેક શેરી મહોલ્લાના મંડળો પણ અે પોતપોતાના વિસ્તારોમાં ફરતા અસરગ્રસ્ત ઢોરોની સેવા શરૂ કરી દેશે તો જ સંક્રમણ અટકાવી શકાશે. બાકી સરકારી તંત્ર તો હજુ પ 2 ટકા મોતના અાશ્વાસન સાથે હજુ પણ ગંભીર નથી બન્યું અે પણ અેક હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...