પરીક્ષા:કચ્છમાં GPSCની પરીક્ષામાં 4893માંથી 2277 ગેરહાજર !

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ ભરવામાં ઉત્સુક યુવકો પરીક્ષાથી રહ્યા અળગા
  • 21માંથી 20 કેન્દ્ર ઉપર 240ની બેઠક વ્યવસ્થા રખાઈ હતી

કચ્છ જિલ્લા મથક ભુજના મુખ્ય કેન્દ્ર ઉપરાંત પેટા કેન્દ્રો ઉપર રવિવારે ગુજરાત જાહેર સેવા અાયોગે નાયબ સેકશન અધિકારી વર્ગ-3ની જગ્યાઅો પર ભરતી કરવા માટેની પ્રાથમિક પરીક્ષાનું અાયોજન કરાયું હતું, જેમાં કુલ 4893 પરીક્ષાર્થીઅો નોંધાયા હતા, જેમાંથી 2277 ગેરહાજર રહ્યા હતા.

જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, શાળા કોલેજોમાં કુલ 21 પેટા કેન્દ્ર ઉપર બેઠક વ્યવસ્થા કરાઈ હતી. કુલ 4893 ઉમેદવાર નોંધાયા હતા, જેમાંથી 2616 હાજર રહ્યા હતા અને 2277 ગેરહાજર રહ્યા હતા. અેકને બાદ કરતા તમામ પેટા કેન્દ્રો ઉપર 240ની બેઠક વ્યવસ્થા રખાઈ હતી. અામ તો મોટાભાગના પેટા કેન્દ્રો ઉપર ગેરહાજર કરતા હાજર રહેનારા ઉમેદવારોની સંખ્યા વધુ હતી. પરંતુ, સેન્ટ અેન્ડ્રવ્સ હાઈસ્કૂલમાં 120 હાજર અને 120 ગેરહાજર રહ્યા હતા.

અામ, બંનેની સમાન સંખ્યા હતા. જોકે, અપવાદ રૂપે સંસ્કાર સ્કૂલમાં 93ની બેઠક વ્યવસ્થા રખાઈ હતી, જેમાં હાજર 45 હતા અને ગેરહાજર 48 હતા. અામ, અેક માત્ર અપવાદ પેટા કેન્દ્ર હતું જ્યાં હાજર કરતા ગેરહાજર ઉમેદવારની સંખ્યા વધુ હતી. બીજી તરફ સાૈથી વધુ હાજર ઉમેદવારો વી.ડી. હાઈસ્કૂલ પેટા કેન્દ્ર ઉપર 140 હતા અને ગેરહાજર 100 હતા. અે ઉપરાંત ધ મુસ્લિમ અેજ્યુકેશન હાઈસ્કૂલ સેન્ટર બી ઉપર હાજર 137 અને ગેરહાજર 103 હતા.

અન્ય સમાચારો પણ છે...