નવ નિર્માણ:કચ્છમાં 22 સરકારી શાળાઓનું નવું બાંધકામ કરાશે, નવા મકાન બનતાં વિદ્યાર્થીઓને સુગમતા રહેશે.

દયાપર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભુજ, ગાંધીધામ, ભચાઉ, નખત્રાણા, અબડાસા અને માંડવી તાલુકામાં સર્વ શિક્ષા અભિયાન અને આર એન્ડ બી દ્વારા 11-11 સ્કૂલનું નવ નિર્માણ થશે

લેખક: ભરત ત્રિપાઠી

કચ્છમાં અંજારને બાદ કરતાં નવ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી જર્જરિત જેવી હાલતમાં ફેરવાયેલી 220શાળાઓનું નવું બાંધકામ કરાશે. ભુજ, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, લખપત અને અબડાસા પંથકમાં સરકારી માધ્યમિક શાળાઓને નવી બનાવાશે. સર્વ શિક્ષા અભિયાન અને આર એન્ડ બી દ્વારા 11-11 સ્કૂલનું નવ નિર્માણ થશે. આ પૈકીની કેટલીકનું કામ ચાલુ છે તો બાકીની શાળા માટે ટેન્ડર પ્રક્રિયા આટોપી દેવાઇ છે. નવા મકાન બનતાં વિદ્યાર્થીઓને સુગમતા રહેશે.

બાંધકામનો વર્ક ઓર્ડર અપાયો છે તેવી શાળા
ભુજ તાલુકાના નાડાપા, ખારી અને ઝીંકડી, ભચાઉના લુણવા તથા કકરવા, માંડવીના હમલા, નખત્રાણાના આમારા તેમજ અબડાસા પંથકના આમરવાંઢ ગામની માધ્યમિક શાળાના નવીનીકરણ માટે સંબંધિત એજન્સીઓને વર્ક ઓર્ડર અપાઇ ગયા હોવાનું શિક્ષણ વિભાગમાંથી જાણવા મળ્યું હતું.

ચાર સ્કૂલનું બાંધકામ શરૂ પણ કરી દેવાયું
કચ્છની 22 પૈકીની 4 શાળાનું બાંધકામ શરૂ કરી દેવાયું છે. ભુજ પંથકના મખણા અને ગજોડ, માંડવી તાલુકાના સાંભરાઇ તો અબડાસાના કેરવાંઢ ગામમાં માધ્યમિક સ્કૂલના નવા મકાનનું બાંધકામ ચાલુ છે જે આગામી સમયમાં પૂર્ણ થઇ જતાં વિદ્યાર્થીઓને નવી સુવિધા મળશે.

7 વિદ્યાલયના ટેન્ડર મંજૂર કરાયાં
અબડાસા તાલુકાના સાંધણ અને ગોયલા, માંડવીના દુર્ગાપુર, મુન્દ્રા પંથકમાં કુંદરોડી, ગાંધીધામના કિડાણા, લખપત પંથકના ગુનેરી અને ભચાઉ તાલુકાના કડોલ ગામમાં નવી બનનારી શાળાના કામ માટેના ટેન્ડર મંજૂર કરી દેવાયા છે જેનું કામ આગામી સમયમાં શરૂ કરી દેવાશે

અન્ય સમાચારો પણ છે...