આદેશ:ચૂંટણીને લઇને હંગામી ધોરણે કચ્છના વધુ 22 નાયબ મામલતદારો બદલ્યા

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 18 કારકુનની પણ આતરિક બદલીનો કરાયો આદેશ

વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને તા.31-1-2023 સુધી અથવા તો કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી હંગામી ધોરણે મંજૂર થયેલી જગ્યાઅો પર કચ્છના 22 નાયબ મામલતદાર, શિરસ્તેદાર અને સર્કલ અોફિસરની બદલી કલેક્ટરે તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી, ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી માટે 18 કારકુનની બદલીનો અાદેશ નિવાસી અધિક કલેક્ટરે કર્યો છે.

શિરસ્તેદારોમાં અે.અાર. નિનામા અબડાસા પ્રાંત કચેરી, બી.ડી. કોરોટ મુન્દ્રા પ્રાંત, કે.સી. સુથાર ભુજ પ્રાંત, અાર.અે. વ્યાસ અંજાર પ્રાંત, બી.અેસ. ધાનાણી નખત્રાણા પ્રાંત, અે.અાર. ઝાલા ભચાઉ પ્રાંત, નાયબ મામલતદારોમાં અેસ.વી. પાયણ લખપત મામલતદાર કચેરી, વી.અેમ. ગઢવી નલિયા મામલતદાર કચેરી, કે.અેલ. ગોસ્વામી નખત્રાણા મામલતદાર કચેરી, અેલ.બી. ડાભી માંડવી મામલતદાર કચેરી, અેચ.અે. કટારા મુન્દ્રા મામલતદાર કચેરી, વી.બી. જાડેજા, અાર.વી. રાણા અંજાર મામલતદાર કચેરી, અેચ.અેમ. જોષી ગાંધીધામ મામલતદાર કચેરી

વી.અેમ. જાડેજા, કે.અેન. ઘાવરી ભચાઉ મામલતદાર કચેરી, અેચ.બી. વાઘેલા રાપર મામલતદાર કચેરી, વી.અેચ. ખત્રી, અંજાર મામલતદાર કચેરી, અેમ.અેસ. જોષી ગાંધીધામ મામલતદાર કચેરી, સર્કલ અોફિસરોમાં અે.પી. બૈડીયાવદરા અને અેસ.ડી. પરીખ ભુજ ગ્રામ્ય મામલતદાર કચેરી અને અેમ.અેસ. ઝાલાની કલેક્ટર કચેરી હક્કપત્રકમાં બદલી કરાઇ છે.

કારકુનમાં અેસ.અેન. કાલરિયા, ડી.અેન. ચાૈધરી, અેચ.અેસ. ભટોળ, ડી.જે. પરમાર, જે.પી. ઝાલાની કલેક્ટર કચેરીઅે, પી.સી. મુલિયાણા લખપત, પી.કે. મકવાણા નલિયા, અેન.જી. પ્રજાપતિ નખત્રાણા, અેસ.અાર. પરમાર માંડવી, ડી.ડી. ચાૈધરી મુન્દ્રા, અે.બી. કરેણ અને અે.અેલ. બલોચ ભુજ ગ્રામ્ય, ડી.ડી. મીરાણી અને અેમ.અેફ. સિંધી અંજાર, વી.અેચ. ચાૈધરી ગાંધીધામ, અેસ.અેસ. રાજપૂત અને અેમ.અેસ. ગોહિલ ભચાઉ તેમજ વી.અેસ. પરમારની રાપર મામલતદાર કચેરીઅે બદલી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...