પક્ષી નિરીક્ષકોનો ઉત્સાહ અકબંધ:કચ્છમાં પક્ષીઓના બે દિવસીય સરવેેમાં 216 પ્રજાતિના પક્ષી નોંધાયા,375 ચેકલીસ્ટ બન્યા

લાખોંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિષમ પરિસ્થિતિમાં પક્ષી નિરીક્ષકોનો ઉત્સાહ અકબંધ,સૂર્યોદયથી સૂર્યાસ્ત માત્ર બર્ડવૉચિંગ
  • ઓનલાઇન પક્ષી નિરીક્ષણ થકી સર્વેનો ડેટા એનાલિસિસ સરળ બનશે

જિલ્લામાં યોજાયેલા પેસેજ માઈગ્રન્ટ કાઉન્ટ-૨૦૨૨ દરમ્યાન કુલ ૨૧૬ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે,જેમાં ૩૭૫ ચેકલીસ્ટ બન્યા હતા.જેમાંથી ૭ પ્રજાતિઓની હાજરી ઓડિયો સાથે ઈ-બર્ડ એપમાં નોંધ કરવામાં આવી છે.૧૦-૧૧ સપ્ટેમ્બર આમ બે દિવસ માટે પેસેજ માઈગ્રન્ટ કાઉન્ટનું આયોજન કરાયું હતું.જે સર્વેમાં ૨૬૦ પોઇન્ટ પર ૨૬ ટીમ દ્વારા પક્ષીની નોંધ કરવામાં આવી હતી.જો કે ૫-૬ સ્થળો પર વરસાદ હોતા ત્યાં યોગ્ય રીતે પક્ષીઓનો સર્વે થઇ શક્યો ના હતો.આ પ્રકારે ભારતમાં પહેલીવાર કચ્છમાં ઈ-બર્ડ એપમાં એકસાથે ૧૦૦ કરતા વધુ પક્ષીનીરીક્ષકોએ પક્ષીઓની નોંધ કરી હતી.

બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત અને બર્ડ કાઉન્ટ ઇન્ડિયા દ્વારા આયોજિત બે દિવસીય સર્વેમાં ડેટા ઈ-બર્ડ ઇન્ડિયામાં અપલોડ કરાયો હતો.BCSGના માનદ સંયુક્ત સેક્રેટરી અને રિટાયર્ડ IFS અધિકારી ઉદયભાઈ વોરાએ કહ્યું કે,આ સર્વે ખૂબ જ રસપ્રદ રહ્યો.દેશભરમાંથી જોડાયેલા પક્ષીનીરીક્ષકોના ઉત્સાહવર્ધક પ્રતિભાવો મળ્યા છે.કેટલાય સ્થળોએ મહત્વના પક્ષીઓની નોંધ પણ થઇ છે.સહુથી વધુ કાશ્મિરી ચાસ પક્ષીઓ નોંધાયા છે.જો કે ચોક્કસ આંકડો હવે સામે આવશે.

પક્ષી નિરીક્ષકોએ બે દિવસીય સર્વેમાં મુખ્યત્વે આઠ પ્રજાતિઓ જેમાં કાશ્મિરી ચાસ ,લાલપીઠ લટોરો,લાલપૂંછ લટોરો,મોટો પતરંગો, કૂહુ કંઠ,દિવાળી મચ્છીમાર, નાચણ તીદ્દો અને મોટો શ્વેતકંઠ સહિતના પક્ષીઓ નોંધવાના હતા. કોઠારા ગયેલા પક્ષી નિરીક્ષક જાગૃત રિંડાનીએ જણાવ્યું કે,આઠમાંથી મેં ચાર પ્રજાતિની નોંધ કરી હતી,જે વિસ્તાર ખૂબ દુર્ગમ હતો અને ત્યાં આ પ્રકારની નોંધ અગાઉ થઇ ન હતી.અંજારના ડો.વિપુલ પટેલે જણાવ્યું કે,રાપર-ભચાઉમાં તેમની ટીમ દ્વારા ૧૧ પોઈન્ટમાં ૮ પૈકી ૬ પ્રજાતિઓની નોંધ કરાઈ હતી.ખાસ કોમન રોઝ ફિન્ચ પક્ષી પણ નોંધાયું હતું,

જે સામાન્યતઃ શિયાળુ પ્રવાસી પક્ષી છે.તો મોટા રણમાં સુરખાબની સંખ્યા પણ નોંધપાત્ર રહી હતી. સમગ્ર સર્વે દરમ્યાન BCSG પ્રમુખ બકુલભાઈ ત્રિવેદી,સેક્રેટરી ઉદયભાઈ વોરા,કોર્ડીનેશનમાં કુનાન નાયક,આર.અશ્વિન,સીસીએફ વી.જે રાણા સહિતનાઓ સહયોગી બન્યા હતા અને આયોજન સફળ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...