ક્રાઈમ:રતિયા પાસે ફિલ્મીઢબે બોલેરોનો પીછો કરી ચોરી માટે નીકળેલા 2 યુવકોને ઝડપી લેવાયા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધરાતે ચોર આગે,પોલીસ પીછે જેવો થયો હતો તાલ : વીડિયો વાયરલ
  • કોડકી-કમાગુના-ટાંકણાસર-રતિયાની સીમમાં ચુસ્ત પેટ્રોલિંગના કારણે માનકુવા પોલીસને મળી સફળતા

પશ્ચિમ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી વાયર ચોરીના બનાવોમાં ઉછાળો આવ્યો છે ત્યારે માનકુવા પોલીસે ફિલ્મીઢબે બોલેરોનો પીછો કરીને ચોરી કરવા નીકળેલા 2 યુવકોને ઝડપી લીધા હતા.આ રેડ દરમિયાન 4 ઈસમો ભાગી ગયા હતા. પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘ દ્વારા સઘન નાઈટ પેટ્રોલિંગ કરી ચોરીના બનાવો અટકાવવા તથા ચોરી કરવા નીકળેલ ઈસમો ઉપર સંકજો મેળવવા અને મિલકત સબંધી ચોરીના બનાવો રોકવા અને શોધી કાઢવા સુચના આપવામાં આવી છે.

જે અનવ્યે માનકુવા પીઆઇ ડી.આર.ચૌધરીએ ચોરીના બનાવો અટકાવવા માટે નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગ વ્યુહાત્મક રણનીતી આધારે નક્કી કર્યું છે જેથી કોડકી-કમાગુના-ટાંકણાસર-રતીયાની સીમ વિસ્તારમા માનકુવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ કાનજીભાઈ મુળજીભાઈ ચારણ,મહીલા પો.કોન્સ સ્મીતાબેન ચંદુભાઈ દેસાઈ,રિધ્ધીબેન અમરસિહ ગઢવી તથા આઉટ સોર્સ ડ્રાઈવર કીશોરસિંહ સોઢા નાઈટ પેટ્રોલિંગમા હતા ત્યારે કોડકી રોડ ઉપર એક શંકાસ્પદ બોલેરો પીક અપ ગાડી નીકળી હતી જે બોલેરો ગાડીની સાઈડમાં જઈ આગળ થવા જતા બોલેરો ચાલકે પુરઝડપે ભગાડી હતી

જેથી સરકારી બોલેરોના ડ્રાઈવર કીશોરસિહ સોઢાએ પુરઝડપે પીછો કરી રતીયા ફાટકથી આગળ જતા બોલેરો પીકઅપ ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી હતી અને તરત જ હેડ.કોન્સ કાનજીભાઈ તથા ડ્રાઈવર કીશોરસિહે નીચે ઉતરી પીકઅપ બોલેરો ગાડીમાથી ઉતરી ભાગતા છ માણસોમાથી બે માણસોને પકડી પાડયા હતા.જેમાં નાના વરનોરા ગામના સાહીલ ઈશા ગાભા મોખા અને અસલમ સુમાર ઈશાક ત્રાયાની અટક કરવામાં આવી હતી.તેઓ પાસેથી સી.આર.પી.સી કલમ 102 મુજબ પીકઅપ બોલેરો નંબર GJ 12 AV 6064 કિ.રૂ.1 લાખ તેમજ મોબાઈલ અને /- ગણી લોખંડની 4 કટર કબ્જે કરવામાં આવી હોવાનું પીઆઇએ જણાવ્યું હતું.

કાર્યવાહી દરમિયાન આ 4 ઈસમો થયા ફરાર
માનકુવા પોલીસની આ કાર્યવાહી દરમિયાન ભુજના દાદુપીર રોડ પર રહેતો અલ્તાફ મામદ બાફણ તેમજ નાના વરનોરાના રીયાજ અભલો મમણ,મજીદ જુસબ ગગડા અને જાવેદ જખરા મમણ નાસી ગયા હતા.

પોલીસવડાએ વીડિયો પોસ્ટ કરી કામગીરીને વખાણી
માનકુવા પોલીસે રાતના સમયે કરેલી આ કાર્યવાહીનો વીડિયો ખુદ પોલીસવડા સૌરભસિંઘ દ્વારા ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...