કાર્યવાહી:દેઢિયા પાસે 72 ટન બોક્સાઇટ ભરીને જતી 2 ટ્રક પકડાઈ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે કાર્યવાહી કરીને ખાણ ખનીજ વિભાગનું નાક કાપ્યું
  • રાપરના ડ્રાઇવરો ક્યાંથી માલ ભરીને આવ્યા તેની તપાસ શરૂ

વરસાદ બંધ થતાની સાથે જ કચ્છમાં ફરી ખનીજમાફિયાઓ સક્રિય બની ગયા હોય તેમ બેફામ ખનનની સાથે તેની હેરાફેરી પણ શરૂ કરી દેવામાં આવી છે.જોકે ભેદી રીતે ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય બની જતા પોલીસને કામગીરી કરવી પડી રહી છે. માંડવી તાલુકાના દેઢિયા ગામ પાસે ગઢશીશા પોલીસે કાર્યવાહી કરીને બોક્સાઇટ ભરીને જતી 2 ટ્રકને ઝડપી લીધી હતી.પોલીસે જણાવ્યું કે,માંડવી-નલીયા માર્ગ પર દેઢીયા પાસે રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ગેરકાયદેસર બોકસાઈટ ભરીને જતી બે ટ્રકને પકડી લેવાઈ હતી.

જીજે 12 બીવાય 6076 નંબરની ટ્રકના ચાલક હરેશભાઈ ડાયાભાઈ પરમાર (રહે. સોનગઢ, રાપર)વાળા પાસેથી ખનીજ પરીવહન અંગે કોઈ આધાર-પુરાવા ન મળતા ગાડી ડિટેઈન કરાઈ હતી, જયારે જીજે 12 બીવાય 9844 નંબરની ટ્રકમાં પણ ગેરકાયદેસર બોકસાઈટનો જથ્થો ભર્યો હોવાથી ડ્રાઈવર શાહરુખ આમદ સોઢા (રહે. સેલારી, રાપર)વાળાના કબજાની ટ્રક પણ કલમ 41-ડી હેઠળ જપ્ત કરવામાં આવી છે.બંને ટ્રકમાં 36-36 ટન બોકસાઈટ હોવાનું સામે આવ્યું છે.આગળની તપાસ પીએસઆઈ બી. જે. ભટ્ટને સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ભુજમાં બોક્સાઇટ ભરેલી ટ્રક પકડાયા બાદ તેમાં ગુનો દાખલ કરાયો હતો. અગાઉ મોડસરમાં પણ મોટા પાયે બોક્સાઇટ ચોરી થતી હોવાના અહેવાલો સામે આવ્યા છે પરંતુ આ સ્થળે કાર્યવાહી માત્ર નામ પુરતી જ થાય છે.

અન્ય સમાચારો પણ છે...