તસ્કરી:ભુજ-માધાપરમાંથી 2 મોપેડ, મુન્દ્રામાં 2 બાઇકની ઉઠાંતરી

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા લાયજાની નદીમાં બોરના 18 હજારના વાયરની તસ્કરી

ભુજ,માધાપર અને મુન્દ્રામાંથી 4 વાહનો તસ્કરો હંકારી ગયા છે તો મોટા લાયજાની નદીમા બોરનો 18 હજારનો વાયર તસ્કરો તફડાવી ગયા હતા. ભુજમાં MR તરીકે નોકરી કરતા અનિરુદ્ધ શિવપ્રસાદ ભટ્ટાચાર્જીએ પોતાની જી.જે.12 DC 8746 નંબરની 20 હજારની એક્ટીવા વિજયનગરમાં જ્યોતિ બિલ્ડીંગ પાસે પાર્ક કરી હતી જેની ચોરી થઈ છે તો માધાપર જુનાવાસમાં રામમંદીર પાસે રહેતા લક્ષ્મણભાઈ વેલજીભાઈ મહેશ્વરીએ ઘર પાસે પ્લેઝર ગાડી નંબર જીજે 12 EH 5113 વાળી પાર્ક કરી હતી.

જે 30 હજારનું મોપેડ 2 તારીખે સાંજે 6 થી 7 વાગ્યાના અરસામા ચોરાઈ ગયું હતું. દરમ્યાન મુન્દ્રા પોલીસમાં દેવદત અરવિંદભાઈ કોટકે જણાવ્યું કે,તેમણે રતન કોમ્પ્લેક્સ,ગીતા હોસ્પિટલની બાજુમા પાર્ક કરેલ પોતાના કબ્જાની બે બાઈક પૈકી જીજે-12 ડીએલ 0423 નંબર ની 15000ની હોન્ડા સાઈન તેમજ જીજે-3 એફએન 4545 નંબર વાળી 10 હજારની બજાજ ડિસ્કવર મોટરસાયકલની કોઈ ઉઠાંતરી કરી ગયું હતું. તો વળી નાના લાયજાના પાલુભાઈ માણસીભાઈ ગઢવીની નદીપટમાં બોરની સબમર્શિમલ મોટરનો 620 ફૂટ કેબલ વાયર કિંમત રૂ.18,400 ની ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...