ભુજ નગરપાલિકાના કર્મચારીઅોના પી.અેફ.ની વિધિ કરવા માટે રાજકોટ સ્થિત વ્યવસાયીને 2 લાખ રૂપિયા ચૂકવાય છે. અામ છતાં 67 જેટલા કર્મચારીઅોનો સમાવેશ કરવામાં નથી અાવ્યો, જેથી મહેકમ શાખાની નબળી કામગીરી શંકાના દાયરામાં અાવી ગઈ છે. ભુજ નગરપાલિકામાં અલગ અલગ કામગીરી માટે 19 જેટલી શાખાઅો છે, જેમાં પૂર્ણકાલિન કાયમી કર્મચારીઅો અાંગળીના વેઢે ગણાય અેટલા જ છે. પરંતુ, ફિક્સ વેતન, રોજંદાર સહિત કુલ અાંકડો 350 ઉપર પહોંચી જાય છે. જેમના પી.અેફ. સહિતની કામગીરી માટે રાજકોટ સ્થિત વ્યવસાયી રાખવામાં અાવ્યો છે.
જેને 2 લાખ જેટલી રકમ ચૂકવાય છે. અામ છતાં છેલ્લા કેટલાય વર્ષોથી પી.અેફ. સહિતના ગોટાળા ચાલ્યા જ અાવે છે. કેટલાય કર્મચારીઅો લાગે છે, છૂટા થાય છે. જેમની પી.અેફ.ની રકમ કપાય છે. પરંતુ, જમા થતી નથી. જેનો કોઈ હિસાબ પણ હોતો નથી. મહેકમ શાખાના જણાવ્યા મુજબ 67 જેટલા કર્મચારીઅોના પી.અેફ. જમા નથી થતા, જેમાં કર્મચારીઅોઅે ડોક્યૂમેન્ટ પૂરા ન પાડ્યાનું જણાવાય છે, જેથી પ્રશ્ન થાય છે કે, ડોક્યુમેન્ટ નથી અાપ્યા તો મહેકમ શાખા દ્વારા અેકઠા કરવાની તસદી શા માટે લેવાતી નથી. અેવા કર્મચારીઅોને રાખવામાં શા માટે અાવે છે અને પગાર ચૂકવણું શા માટે કરવામાં અાવે છે.
નીતિ નિયમ વિરુદ્ધ થતું હોય તો અે ગેરરીતિ કહેવાય. જેની જવાબદાર મહેકમ શાખા છે. અા સમસ્યા અાજની નથી. વર્ષો છે, જેથી મહેકમમાં વર્ષોથી કામ કરતા કર્મચારીને બદલવામાં કેમ નથી અાવતો અે પણ અેક પ્રશ્ન છે. જે બાબતે પદાધિકારીઅો અને અાર.સી.અેમ. પણ શા માટે કોઈ કાર્યવાહી નથી કરતા અે પણ અેક કોયડો થઈ ગયો છે. અા અગાઉ મહેકમ શાખા મારફતે જ નિયમ વિરુદ્ધ મોંઘવારી ભથ્થું ચૂકવાયાની ઘટના બની ગઈ હતી. જે પણ ચર્ચાનો વિષય બની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.