માધાપર જુનાવાસમાં આવેલા સમાવાસ ખાતે પત્નિ સાથે આડા સંબંધનો વહેમ રાખીને પતિએ સાગરીતો સાથે મળી યુવાન પર જીવલેણ હુમલો કરતા હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે કેસમાં માધાપર પોલીસે કુલ 4 આરોપીઓને હિરાસતમાં લીધા હતા જે પૈકી 2 જણાને જેલમાં ધકેલી દેવાયા છે અને અન્ય 2 ઈસમોની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી રહી છે.
સમાવાસમાં રહેતા સાલે આમદભાઈ સમાએ પોલીસમાં જણાવ્યું કે, આરોપી અલ્લારખા ઈબ્રાહિમ સમાની પત્નિ સાથે પુત્ર અબદ્રેમાનને આડા સંબંધ હોવાનો વહેમ રાખીને આરોપીઓ અલ્લારખા તેમજ ઓસમાણ ઈબ્રાહિમ સમા, હમીર ઈબ્રાહિમ સમા, મિરખાન ઈબ્રાહિમ સમા, મજીદ સાલે સમા, સુલતાન અલીમામદ સમા, ઈરફાન જુણસ સમા, ઈમરાન જુણસ સમા, ઈલિયાસ અલીમામદ સમા, નુરમામદ અલીમામદ સમા તથા તેની સાથેના બીજા 8 અજાણ્યા ઈસમોએ મંડળી રચી ફરિયાદીના ઘરમાં દરવાજા તોડી પ્રવેશ કરી છરી, ધારીયા, પાઈપ, લાકડી વડે હુમલો કર્યો હતો અને અબદ્રેમાનને મારી નાખવાના ઈરાદે માથામાં ધારીયું ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડવા સાથે પરિવારબ સભ્યોને નાની મોટી ઈજાઓ કરી હતી.
તપાસનીશ માધાપર પીઆઇ પી.એમ.ચૌધરીએ જણાવ્યું કે,આ ગુનામાં કુલ 4 શખ્સોને ઝડપી લેવાયા છે જેમાં ઇરફાન સમા સહિત 2 જણાના 2 દિવસના રિમાન્ડ મળ્યા હોઈ આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલું છે તેની પૂછપરછ કરાઈ રહી છે જ્યારે અન્ય 2 જણાને જેલમાં મોકલી દેવાયા છે અન્ય આરોપીઓની ધરપકડ માટે પણ વિવિધ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
ટોળાએ યુવક સાથે ફરતા યુવાનને પકડી તેને પણ ઢીબી નાખ્યો
સમાવાસમાં રહેતા વાહીદ સાધક સમાએ પોલીસમાં ફરિયાદ લખાવતા જણાવ્યું કે,તે બાઇક લઈને હીરાણી નગર પાસેથી જતો હતો ત્યારે આરોપી ઈમરાન જુણસ સમા, સુલતાન અલીમામદ સમા, અસલમ સુલતાન સમા, મુસ્તાક ઓસમાણ સમાએ આવીને કહ્યું કે,તું અબદ્રેમાન સાથે કેમ ફરે છે તેમ કહીને લોખંડના પાઈપ વડે માર મારી છરી વડે ઇજા પહોંચાડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.