સાયબર ક્રાઇમ:ભાવેશ્વરનગરના રહેવાસીની જાણ બહાર બેન્કમાંથી 1.92 લાખ ઉપડ્યા

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોગબનારે તુરંત સાયબર સેલનો સંપર્ક કરતાં 61,502 રૂપિયા પરત અપાવ્યા

ભુજના ભાવેશ્વરનગર રહેતા શખ્સના બેન્ક એકાઉન્ટમાંથી કોઇ અજાણ્યા શખ્સે બારોબાર ત્રણ ટ્રાન્જેન કરીને રૂપિયા 1,92,492 જેટલી રકમ ઉપાડી લેતાં આ અંગે તુરંત સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક સાંધતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભોગબનારના ગયેલા રૂપિયા પૈકી 61,502 પરત ખાતામાં મેળવી આપ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ ભાવેશ્વરનગરમાં રહેતા પ્રફુલ લખમશી હળપાણી નામના યુવકના આઇસીઆઇસીઆઇ બેન્ક એકાઉન્ટમાંથી ગત ગત 24 જુલાઇના કોઇ અજાણ્યા શખ્સ દ્વારા બેન્ક એકાઉન્ટમાંથી તબક્કાવાર ત્રણ ટ્રાન્ઝેકશન કરીને 1 લાખ 92 હજાર 492 રૂપિયા ઉપડી ગયા હતા.

ભોગબનારે તરત સાયબર સેલ (એલસીબી) ભુજનો સંપર્ક કર્યો હતો. પોલીસે ભોગબનાર ફરિયાદીના બેન્ક એકાઉન્ટની વિગતો પરથી તાત્કાલિક પત્રવેહવાર અને ટેકનીકલ રીસોર્સના આધારે કાર્યવાહી કરીને ભોગબનારના ગયેલ રૂપિયા પૈકી 61,502 રૂપિયા પરત તેમના બેન્ક ખાતામાં લેવડાવી દીધા હતા. અન્ય બાકી રહેતા રૂપિયા પરત મેળવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઓનલાઇન વ્યવહારોમાં થતાં ફ્રોડ વચ્ચે ભાવેશ્વર નગરના રહીશના બેંક ખાતામાંથી રૂપિયા ઉપડી જતા તેમણે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો.

ભોગ બનનારે આ સમયે શું કરવું
ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો ત્યારે તરત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો તેમજ નજીકના પોલીસ સ્ટેશન/ સાયબર સેલ શાખાનો સંપર્ક અને ફ્રોડ થયેલ બેન્ક ખાતાની સંપૂર્ણ વિગતો પોલીસને જણાવા પોલીસે સુચન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...