ભુજ નગરપાલિકાઅે જેમ પોર્ટલ ઉપરથી અાઉટ સોર્સિંગથી કર્મચારીઅોની નિમણૂકનો ઠરાવ કર્યો હતો. પરંતુ, સાત મહિના બાદ પણ તેનો અમલ કર્યો નથી. અરજદારે તેની વિગતો માંગણીને અાક્ષેપ કર્યો છે કે, અેથી ભુજ નગરપાલિકાને 17 લાખ 15 હજાર રૂપિયાની ખોટ ગઈ છે.
અરજદાર સહેજાદ અે. સમાઅે શહેરી વિકાસ વિભાગ ગાંધીનગરના અધિક મુખ્ય સચિવને પત્ર લખી અાક્ષેપો સાથે વધુમાં જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકામાં પૂર્વ મંજુરી વગરના અને બહોળી સંખ્યામાં 11 માસના ઈજનેરો અને કામદારો મુદ્દે વર્ષ 2020 દરમિયાનના પત્રો ઉપરાંત 2021ની 22મી અેપ્રિલે કાર્યાલય અાદેશથી પૂર્વ મંજુરી વગરના અને બહોળી સંખ્યામાં રાખેલા 11 માસના કરાર અાધારિત ઈજનેરો અને કામદારોને છૂટકા કરવા જણાવાયું હતું. જેની અમલવારી 2023ની છઠ્ઠી માર્ચ સુધી થઈ નથી. જે બાદ ટેન્ડર બહાર પડેલા અને કારોબારી સમિતિઅે મંજુર પણ કર્યા હતા.
જેની અમલવારી કરવાને બદલે ઉલ્ટું અમારી વાંધા અરજીનો હવાલો અાપીને જેમ પોર્ટલ ઉપરથી કરાર અાધારિત ઈજનેરો અને કામદારો રાખવા ઠરાવ કરાયો હતો. જોકે, કોઈ વાંધા અરજી અાપી ન હતી. ખોટું અર્થઘટન કરવામાં અાવ્યું છે. પરંતુ, નવાઈની વાત અે છે કે, 2022ની જુલાઈથી 2023ની માર્ચ માસ સુધીના 7 મહિનામાં અમલવારી કરાઈ નથી.
ત્યારબાદ જુદા જુદા પગાર ધોરણથી નિયમ વિરુદ્ધ માસિક પગાર અને અન્ય ખર્ચ થયા છે. જે 17 લાખ 15 હજાર જેટલા વધુ ખર્ચ થયા છે. જેની પાછળ મુખ્ય અધિકારીનો બહુ મોટો અાર્થિક લાભ છુપાયેલો હોય અેવું જણાઈ રહ્યું છે. વળી સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે અોડિટ દરમિયાન અેવા ખર્ચ અમાન્ય ઠરાવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.