ક્રાઇમ:બીબરમાં ચુંટણીનું મનદુખ રાખીને બે યુવાનો પર 17 શખ્સનો હુમલો

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચની ચૂંટણીનું મનદુ:ખ રાખી છરી ધોકાથી માર માર્યો
  • આરોપીઓ વિરૂધ રાયોટીંગ સહિતની કલમ તળે નોંધાયો ગુનો

નખત્રાણા તાલુકાના બીબર ગામે લગ્ન પ્રસંગમાંથી મોટર સાયકલથી પરત આવી રહેલા બે યુવાનો પર સરપંચની ચુંટણીના મનદુ:ખે 17 શખ્સોએ છરી ધોકા સાથે માથા અને શરીર પર વાર કરી હુમલો કરાતાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આરોપીઓ વિરૂધ નિરોણા પોલીસે રાયોટીંગ સહિતની કલમ તળે ગુનો નોંધી ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

બીબર ગામે રહેતા પ્રેમસિંહ અરજણજી જાડેજા (ઉ.વ.25)એ નિરોણા પોલીસ મથકમાં આરોપી જશુભા અરજણજી જાડેજા, મહિપતસિંહ મનુભા જાડેજા, હકુમતસિંહ રાણાજી જાડેજા, બનેસિંહ અરજણજી જાડેજા, ચાદુભા જશાજી સોઢા, ઝાલુભા તમાચી જાડેજા, રાજુભા તમાતી જાડેજા, રૂપસંગજી રાણાજી જાડેજા, નઘુભા અરજણજી જાડેજા, લાલુભા અરજણજી જાડેજા, દશરથસિંહ બનેસિંહ જાડેજા, હનુભા મમુજી જાડેજા, ભુપતસિંહ મમુજી જાડેજા, હમીરજી મમુજી જાડેજા, જીતુભા અરજણજી જાડેજા, દેવાજી મમુજી જાડેજા, ઓધોજી દાજીજી જાડેજા સહિત 17 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે શનિવારે રાત્રીના ગામમાં લગ્ન પ્રસંગમાંથી ફરિયાદી અને સુરતાજી દીપસંગજી જાડેજા બન્ને જણાઓ મોટર સાયકલથી પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે રાત્રીના સાડા બાર વાગ્યે બીબર ગામ સજનાઇવાસમાં સરપંચની ચુંટણીનું મનદુ:ખ રાખીને ટોળું વળીને ઉભેલા આરોપીઓએ ફરિયાદીની મોટર સાયકલને ધકો મારી ફરિયાદીને નીચે પાડી દઇને ફરિયાદી અને તેમની સાથેના સુરતાજીને ધોકા અને છરીના માથા અને શરીર પર ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. નિરોણા પોલીસે અરોપીઓ વિરૂધ મહાવ્યથા સહિતની કલમ તળે ગુનો નોંધી ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...