પરીક્ષા:વેકેશન પૂર્ણ થતાં જ 16,500 વિદ્યાર્થી યુનિવર્સિટીની પરીક્ષા આપશે

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આયોજન સંદર્ભે આજે મળનારી બેઠકમાં વિવિધ નિર્ણયો લેવાશે

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા દિવાળી વેકેશન શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓની કસોટી લેવામાં આવશે.બે તબક્કામાં લેવાનારી પરીક્ષાનો પ્રથમ તબક્કો 10 મીથી શરૂ થવા જઈ રહ્યો છે.જેમાં વિવિધ સ્નાતક અને અનુસ્તાનક કોર્ષમાં 16,500 છાત્રો કસોટી આપશે.

આ અંગેની વિગતો મુજબ,દિવાળી પૂર્વે કોલેજોમાં આંતરિક કસોટી લેવામાં આવી હતી અને હવે યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થઈ રહી છે આ વર્ષે ઉમેદવારોનો ધસારો પણ વધુ છે ત્યારે 10 મી તારીખથી શરૂ થતી પરીક્ષામાં સેમેસ્ટર 3 અને 5 ના 16,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.વિવિધ 41 જેટલા કોર્ષની કસોટી વિવિધ 29 કેન્દ્રો પર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે.છાત્રોની સાથે પ્રશાસન દ્વારા પણ શાંતિપૂર્ણ માહોલમાં કસોટી લેવાય તે માટે આયોજન ઘડવામાં આવી રહ્યું છે.

મહ્ત્વની વાત ત્યાં છે કે,તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક થયા હતા તો ગત પરીક્ષામાં કચ્છ યુનિવર્સિટીના પેપર સેટ મોડા પહોંચ્યા હતા.જેને લઈને હોબાળો પણ થયો હતો.આ વર્ષે આવી કોઈ ઘટનાઓ બને નહિ તેમજ પરિક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે તે સંદર્ભે વિવિધ નિર્ણયો લેવા માટે આજે યુનિવર્સિટીમાં કુલપતિની હાજરીમાં મહ્ત્વની મીટીંગ યોજવામાં આવશે.દરમ્યાન ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ હોવાથી સેમેસ્ટર 1 ની કસોટી ઠેલાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...