તસ્કરી:પીપરમાં ઘરનો દરવાજો ખોલી ધોળા દિવસે 1.65 લાખની ચોરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિવાર બહાર ગયો અને તસ્કરો હાથ ફેરો કરી ગયા

માંડવીના પીપર ગામમાં ધોળા દિવસે બંધ ઘરના દરવાજા ખોલી તસ્કરે રોકડ રૂપિયા 10 હજાર સહીત 1.65 લાખના મુદ્દામાલની તસ્કરી કરી હતી.ગામના ચંદ્રોગા ફળિયામાં ખેતમજૂરના ઘરમાં ચોરી થતા કોડાય પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના પીપર ગામના ખેતમજુરી કરતા ફરિયાદી દીપકભાઈ દેવજીભાઈ સંઘારે કોડાય પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ફરિયાદ નોધાવી છે.ફરિયાદી ગામના ચંદ્રોગા ફળિયામાં આવેલ ઘરના દરવાજાને તાળું લગાવી કામ કરવા ગયા હતા.

એ દરમિયાન અજાણ્યા ચોર ઇસમેં ઘરના દરવાજાનો તાળું ખોલી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ રોકડ રૂપિયા 10 હજાર સાથે રૂપિયા 1.5 લાખની કિમતનો સોનાનો મંગલસૂત્ર અને 30 હજારની કિમતના કાનમાં પહેરવાના સોનાના કાપ સહીત કુલ રૂપિયા 1.65 લાખનો મુદામાલ ચોરી કરી ગયો હતો. ખેતમજુરી કરતા પરિવારના ઘરમાંથી ધોળા દિવસે ચોરીના બનાવને પગલે કોડાય પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...