કાર્યવાહી:હાથમાં ફટાકડા સળગાવી રાહદારી અને ચાલકો પર ફેંકતા 16 નબીરા પકડાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના બાઈકર ગેંગે હમીરસર, લેક્વ્યુ પાસે મચાવ્યો હતો અધમ
  • પોલીસે સીસીટીવી ચકાસી,બાઇકના નંબરના આધારે નબીરાઓને શોધ્યા અને સરકાર તરફે ગુનો દાખલ કરી જેલમાં ધકેલ્યા

દિવાળીના દિવસે આ વખતે ભુજવાસીઓએ મનભરીને ફટાકડા ફોડયા હતા.જેના કારણે મોડી રાત સુધી આકાશમાં આતાશબાજી અને ફટાકડાનો અવાજ સંભળાયો હતો અને શહેરીજનો પણ દર વર્ષની જેમ હમીરસર તળાવના કાંઠે ફટાકડા ફોડવા અને જોવા માટે ઉમટયા હતા પણ અમુક નબીરાઓએ ઉજવણીના આ પર્વમાં અડચણો ઉભી કરી હતી.જેમાં લેક્વ્યુ થી હમીરસર સુધીના રોડ પર જાહેરમાં ફૂલસ્પીડમાં બાઇકો ચલાવી લોકોને પરેશાન કરી હાથમાં ફટાકડા સળગાવી લોકો પર ખુલ્લા ફેંકયા હતા.

આ ટોળકીનો અધમ ઘણો વધી જતાં તાત્કાલિક એસપીને જાણ કરવામાં આવી હતી.જેથી એસપી સૌરભસિંઘે એ ડિવિઝન પોલીસને કાર્યવાહી માટે સૂચના આપતા સીસીટીવી કેમેંરા ચકાસીને બાઇકના નંબરના આધારે આ 16 લોકોની ઓળખ કરવામાં આવી અને તેઓની અટકાયત કરી સરકાર તરફે ફરિયાદ દાખલ કરી જેલની હવા ખવડાવવામાં આવી હતી.

એ ડિવિઝન પીઆઇ રાજેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું કે,પીએસઆઈ કુલદીપસિંહ જાડેજા અને ટીમ દ્વારા લેકવ્યુ તેમજ ઓલફ્રેડ સર્કલ આગળ લાગેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.જેમાં આશરે 9 ટુ-વ્હીલરો પર 16 જેટલા ઈસમો તા.25 ના રોજ રાત્રીના સવા વાગ્યાના જોવા મળ્યા હતા.

તેમાના અમુક ઇસમો પોતાના હાથમાં ફટાકડા સળગાવી રાહદારી તેમજ અન્ય વાહન ચાલકોની જીંદગી જોખમમાં મુકાય અથવા વ્યક્તિને હાની થવાનો સંભવ હોઇ તે રીતે રોડ ઉપર ફટાકડા ફેંકતા હતા તેમજ પોતાની તથા અન્યોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે પોતાના ટુ-વ્હીલર ચલાવતા નજરે ચડયા હતા.

જે ટુ-વ્હિલરોની નંબર પ્લેટોના આધારે નેત્રમના કેમરામાં ખરાઈ કરાવાઈ હતી.જે બાદ સરકાર તરફે એએસઆઈ કરણસિંહ પુંજસિંહ ઝાલાએ ગુનો નોંધાવતા આ 16 લોકોની અટકાયત કરી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.આ કાર્યવાહીમાં ગુનાકામે ઉપયોગમાં લેવાયેલા વાહનો GJ-12-CJ-9225 (સ્પલેન્ડર), GJ-12-DK-1765(હિરો ડિલક્ષ), GJ-12-EH-6700 (પલ્સર), GJ-12-EJ-0008 (પલ્સર), GJ-12-EN-7613 (એક્સેસ પોમેડ), GJ-12-EK-6098 (એક્સેસ મોપેડ), GJ-12-EC-9003 (હિરો સ્પ્લેન્ડર), GJ-12-EC-1265 (એક્ટીવા મોપેડ), GJ-12-EM-8613 (એક્સેસ મોપેડ) કબ્જે કરવામાં આવ્યા છે.પોલીસની ધાક બેસાડતી કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

લોકોને બાનમાં લેનારા આ છે 16 વ્યક્તિઓ
> મોહમદઝૈદ ઇબ્રાહીમ કુંભાર ઉ.વ.25 રહે-અમનગર ચાર રસ્તા, > મોહમદ અફ્તાજ અબ્દુલા કુંભાર ઉ.વ.18 રહે-છત્રા ફળીયુ ભીડગેટ અંદર, > જાસીર મહોમદ મંદરીયા ઉ.વ.18 રહે.ભૂતેશ્વર નાગોર રોડ, > રીઝવાન રસીદ ચાકી ઉ.વ.22 રહે-જુના રેલ્વેસ્ટેશન ખાદીબાગ ભુજ, > સવીલ કાસમભાઇ સમા ઉ.વ.19 રહે-મહેંદી કોલોની, > આફ્તાબ જુશબ કુંભાર ઉ.વ.22 રહે-ભીડનાકા બહાર સિતારા ચોક, > અફાન અદ્રેમાન કુંભાર ઉ.વ.23 રહે-ખત્રીકોલોની, > વસીમ અદ્રેમાન કુંભાર ઉ.વ.22 રહે-ભીડનાકા બહાર, > ઇરફાન રઝક લુહાર ઉ.વ.27 રહે-ખત્રી કોલોની, > રજાક ઉમર કુંભાર ઉ.વ.22 રહે-ખત્રી કોલોની, > શહેબાજ સકુરભાઇ લુહાર ઉ.વ.22 રહે-ખત્રી કોલોની., > ધ્રુવરાજસિંહ વનરાજસિંહ જાડેજા ઉ.વ 23 રહે-રઘુવંશીનગર, > ધર્મરાજસિંહ વનરાજસિંહ જાડેજા ઉ.વ.23 રહે- રઘુવંશીનગર, > રોહન અશોકભાઇ જોષી ઉ.વ.22 રહે-કૈલાશનગર, > સિધ્ધાર્થ ધિરેનભાઇ રાઠોડ ઉ.વ.22 રહે-હરસિધ્ધીનગર, > પ્રતિક રાજેન્દ્રભાઇ જોષી ઉ.વ.22 રહે-ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી.

પોલીસની કાર્યવાહીથી બે વોન્ટેડ શખ્સો નાસી ગયા
શહેર એ ડિવિઝન પોલીસે નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી ચકાસણી કરીને 16 લોકોને શોધી કાઢ્યા હતા પણ જે બે વોન્ટેડ શખ્સ હતા તેઓ ફરાર થઈ ગયા છે.આ સમગ્ર બનાવ પાછળના વોન્ટેડ આરોપીઓ અકરમ અદ્રેમાન કુંભાર તથા અને અવેશ ઉંમર કુંભાર રહે બંને-ખત્રી કોલોની સુરલભીટ રોડવાળા ફરાર છે.જેઓને શોધવા માટે પોલીસની વિવિધ ટીમોએ ચક્રો ગતિમાન કર્યા હોવાનું તપાસનીશ પીએસઆઈ કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...