વિધાનસભામાં રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવમાં બોલતાં અંજારના ધારાસભ્યે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વિકાસ માટેના જે પરીબળો હોય તેમાં ખેતી અને ખનિજ ખૂબ મોટી માત્રામાં ઉપલબ્ધ છે અને તેના કારણે ગુજરાતનો વિકાસ સારો થયો છે. સરકારને વર્ષ 2022-23 જાન્યુઆરી અંત સુધી 1587.9 કરોડની મહેસુલી આવક થઇ છે. અંજારના વિધાનસભ્ય ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું કે, ગુજરાત સાર્વત્રિક રીતે પ્રગતિશીલ રાજ્ય હોવાને લીધે દેશના અન્ય રાજ્યના લોકોને પણ રોજગારી માટેના સાધન ગુજરાતમાં પ્રાપ્ત થાય છે.
એમ કહેવાય છે કે ગુજરાતની માટીમાં જ કઇંક છે, ગુજરાતની માટી અલગ છે, એવા પ્રકારની સોડમ છે કે જે સોમ દેશ અને દુનિયાને પ્રગતિની દ્રષ્ટિએ, વિકાસની દ્રષ્ટિએ, સંસ્કારની દ્રષ્ટિએ, સંસ્કૃતિની દ્રષ્ટિએ, સભ્યતાની દ્રષ્ટિએ, એમ સાર્વત્રિક રીતે દેશ અને દુનિયાને ગુજરાત હંમેશા માર્ગદર્શન આપતું રહ્યું છે.ગુજરાતને અને ખનિજને લાગે વળગે છે ત્યાં સુધી લિગ્નાઈટ, લાઇમસ્ટોન, બોકસાઈટ, મેંગેનીઝ, પોર, પર્લાઇઝ, ફોસ્ફાર જેવા વિવિધ આઠ પ્રકારના મુખ્ય ખનીજો પ્રાપ્ત થાય છે. જયારે બ્લેક સ્ટેપ બેન્ટોનાઇટ, માર્બલ, ગ્રેનાઇટ, સાદી રેતી, બિલ્ડીંગ મટીરીયલ, બિલ્ડીંગ લાઈમ સ્ટોન, સેન્ડ સ્ટોન, કવાસ્ટાઇલ, મોરમ, અગેટ, વોલ કલે, ચાઇના લે,વ્હાઇટ કલે, ફાયર કલે, સીલીકા સેન્ડ, ચોક, ડોલોમાઇટ, લેટ્રાઇટ, કેલસાઇટ્સ, કવાર્ટસ “વિવિધ ૩૫ જેટલા ગૌણ ખનીજો પણ ગુજરાતમાં પ્રાપ્ત થાય છે.
કુલ 447 માઇનીંગ લીઝો અને 7428 કવોરી લીઝો ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે જેમાં રાજ્ય સરકારને વર્ષ 2021-22માં રૂપિયા 1733.47 રોડની મહેસુલી આવક થઈ છે. ચાલુ વર્ષ 2022-23માં જાન્યુઆરી અંતિત રૂપિયા 1587.9 કરોડની મહેસુલી આવક પ્રાપ્ત થઇ છે. મુખ્ય ખનીજ લાઇમ સ્ટોન અને બોકસાઈટના કુલ બ્લોકની ઇ-ઓકશનથી પણ ફાળવણી કરવામાં આવી છે. આગામી સમયમાં મુખ્ય ખનીજના વધુ ચાર બ્લોક જાહેર હરાજી માટે પણ મુકવામાં આવ્યા છે. જેનાથી સિમેન્ટ અને પ્રી ફેકટરી ઉદ્યોગને વેગ મળશે, ગુજરાતમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. આજ દિન સુધી કુલ 1669 બ્લોકની સફળ હરાજી થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.