ભુજમાં લાલટેકરી પાસે આવેલ મોબાઈલની દુકાનમાંથી આરોપીએ મિત્રના ક્રેડીટકાર્ડથી રૂપિયા 1.56 લાખના પાંચ મોબાઈલ ખરીદી ક્રેડીટકાર્ડ બંધ કરાવી છેતરપિંડી આચરતા બી ડીવીઝન પોલીસ મથકે બે આરોપીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ માધાપરના ઘનશ્યામનગરમાં રહેતા ફરિયાદી વિજયભાઈ પ્રેમગર ગોસ્વામીએ બી ડીવીઝન પોલીસ મથકે ભુજના આરોપી નાસીર લંઘા અને ફારુક મન્સુરી વિરુધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.
આરોપી નાસીરે ફરિયાદીની લાલટેકરી નજીક આવેલ પક્ષલ મોબાઈલની દુકાનમાંથી ક્રેડીટકાર્ડ મારફતે રૂપિયા 1.56 લાખની કિમતના ઓપ્પો કંપનીના બે મોબાઈલ,વિવો કંપનીના બે મોબાઈલ અને સેમસંગ કંપનીનો ફિલિપ મોબાઈલ ખરીદી કાર્ય હતા.આરોપી પોતાના મિત્ર પર પૈસા માંગતો હોવાનું કહી વસુલી માટે મિત્રના ક્રેડીટકાર્ડ દ્વારા ખરીદી કરતો હોવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો.
મોબાઈલની ખરીદી કર્યા બાદ આરોપી ફારુક મન્સુરીએ ક્રેડીટકાર્ડ કસ્ટમર કેરમાં ફોન કરી પોતાની સાથે ફ્રોડ થયાનું જણાવી ક્રેડીટકાર્ડ બંધ કરાવી ફરિયાદીના રૂપિયા અટકાવી છેતરપિંડી આચરી હતી.બનાવને પગલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.