ચોરી:જામનગરની બસમાં ચડવા જતાં યુવાનના જેકેટમાંથી 1.54 લાખ સેરવાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યૂબિલી સર્કલે ભીડભાડવાળા વિસ્તારમાં બપોરે બની ઘટના

શહેરના જ્યુબિલી સર્કલે જામનગરની એસટી બસમાં ચડવા જતા યુવાનના જેકેટમાંથી કોઈ શખ્સોએ રૂ.1.54 લાખ રોકડા સેરવી લીધા હતા.જેને લઈને ભારે ચકચાર મચી ગઇ છે અગાઉના તસ્કરીના બનાવો ઉકેલવામાં નિષફળ રહેલી પોલીસ માથે આ ઘટનાથી વધુ એક પડકાર ઉભો થયો છે.

પંજાબના લુધિયાણાના ફરિયાદી એવા રવીન્દ્રસિંઘ જશવિંદરસિંઘે બી ડિવિઝનમાં જણાવ્યું કે,તેઓ તેના મિત્ર બલવિંદરસિંઘ સાથે જ્યુબિલી સર્કલે જામનગર જવા માટેની બસની વાટ જોઈને ઉભા હતા, બસ આવતા તેમાં ચડતી વેળાએ ધક્કામુક્કી થતા કોઈ શખ્સે નજર ચૂકવીને બલવિંદરસિંઘના જેકેટના ખિસ્સામાં રહેલા રોકડા સેરવી લીધા હતા.

કુલ 1.54 લાખ રૂપિયા સેરવાઈ જતા ભારે ચિંતા વચ્ચે શોધખોળ કરવા છતાં કોઈ પતો ન મળતા બી ડિવિઝનમાં જઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.બપોરે પોણા 12 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો.જેની તપાસ પીએસઆઈ દામાને સોંપાઈ છે.

સીસીટીવી હોવા છતાં આરોપી ન પકડાયો
જ્યુબિલિ સર્કલે અગાઉ માંડવી જતા રસ્તે આરોગ્ય કર્મચારીના 2 મોબાઈલની ચોરી થઈ હતી જે ગુનો વણઉકેલાયેલો છે તેવામાં ફરી એકવાર ચોરી થઈ છે અહીં નેત્રમના સીસીટીવી કેમેરા છે છતાં હજી સુધી આરોપીની કોઈ કડી પ્રાપ્ત થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...