કાર્યવાહી:પશ્ચિમ કચ્છના પ્રવેશદ્વાર શેખપીર ચેકપોસ્ટે 1500 વાહનોનું થયું ચેકિંગ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ પી ને વાહન ચલાવતા તો પીધેલા પણ 2 પકડાયા
  • ચેકિંગ​​​​​​​ દરમ્યાન 4 વાહનોમાંથી હથિયાર મળ્યા, અન્ય સંદિગ્ધ નહીં

ત્રણ નવેમ્બરના આચારસંહિતા લાગુ થતાંની સાથે જ પશ્ચિમ કચ્છના પ્રવેશદ્વાર શેખપીર ચાર રસ્તા પાસે પોલીસ દ્વારા ચેકપોસ્ટ શરૂ કરીને વાહનોનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ચેક પોઇન્ટ પર પોલીસ, જીઆરડી, હોમગાર્ડની સાથે ફોર્સના જવાનો પણ તહેનાત છે ત્યારે અત્યાર સુધીના સમયગાળામાં 1500 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે.

પદ્ધર પોલીસે જણાવ્યું કે, વાહન ચેકિંગ દરમ્યાન 3 વ્યક્તિઓ નશો કરીને વાહન ચલાવતા હોવાનું જણાઇ આવતા કેસ કરવામાં આવ્યો છે. દારૂ પીધેલા 2 વ્યક્તિઓ પકડાયા હતા અને અંગ્રેજી શરાબની હેરાફેરીના પણ 2 કેસ કરાયા છે.

આ દરમિયાન ભુજ એસઓજીએ બાતમીના આધારે અહીંથી સ્વીફ્ટ ગાડી રોકાવીને ભુજના ત્રણ શખ્સોને એમડી ડ્રગ્સ અને ગાંજા સાથે ઝડપી લેવાની સફળતા મળી હતી. આ સિવાય આચારસંહિતાના કારણે હાલમાં હથિયારબંધી છે તેવા સમયે પણ હથિયારની હેરાફેરી કરવામાં આવતી હોવાનુ સામે આવ્યું છે.જેમાં 4 વાહનોમાંથી હથિયાર મળી આવતા અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. દરમ્યાન ડ્રાઇવ અંતર્ગત વાહનોમાંથી બ્લેક ફિલ્મ પણ દૂર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...