ખાસ વ્યવસ્થા:મતદાનના દિવસે વીજવિક્ષેપ નિવારવા 150 ટીમો ખડેપગે

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાનના દિવસે વીજવિતરણ ખોરવાય નહીં તે માટે ખાસ વ્યવસ્થા
  • સબ ડિવિઝનના લાઈન સ્ટાફ અને ઈજનેરોને પણ તાકીદ કરાઇ

1 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે ચૂંટણીતંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી સબંધિત કામગીરીની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. કચ્છમાં વીજવિતરણ વ્યવસ્થા પૂરી પાડતી પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડે પણ મતદાનના દિવસે વીજવિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં તે માટેની ખાસ વ્યવસ્થા કરી રાખી છે.જે માટે મતદાન મથકના વિસ્તારમાં પીજીવીસીએલની ટીમ તૈનાત રાખવામાં આવશે. મતદાનના દિવસ દરમિયાન જ્યાં પણ વીજળી ખોરવાશે તો આ ટીમ તાકીદે સમસ્યા હલ કરશે અને વીજ પુરવઠો પૂર્વવત કરવા પ્રયત્ન કરશે.

આ ઉપરાંત પીજીવીસીએલના સબ ડિવિઝનના લાઈન સ્ટાફ અને ઈજનેરોને પણ મતદાનના દિવસે વીજ પુરવઠો જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. મતદાન દરમિયાન વીજ વિતરણ વ્યવસ્થા અંગે પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર અમૃત ગરવાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે 365 દિવસ લોકોને ચોવીસ કલાક વીજળી પૂરી પાડવા માટે અમે કટિબદ્ધ છીએ. આ ઉપરાંત 1 ડિસેમ્બરે મતદાનનો દિવસ છે ત્યારે પણ અમારી ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.દરેક સબડિવિઝન વાઇઝ 6 થી 7 ટીમો બનાવવામાં આવી છે જેથી કુલ 150 ટીમ આ દિવસે ખડેપગે રહેશે.લોકોને મતદાન દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રખાશે. મતદારોને ગરમીમાં હેરાન ન થવું પડે તથા ઇવીએમ સહિતને સતત પુરવઠો મળે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...