ફરિયાદ:રતાડિયામાં કંપનીની જમીન પર કબ્જો કરી કર્મચારીઓ પાસે 15 લાખ માંગ્યા

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના મેનેજરે ગામના જ શખ્સ સામે નોંધાવી ફરિયાદ

માંડવીના રતાડીયા ગામે અદાણી કંપનીની ખાનગી જમીન પર માથા ભારે શખ્સે ગેરકાયદેસર કબ્જો કર્યો હતો.કંપનીની માલિકીની ચાર એકર જમીન પર હક્ક જમાવી કર્મચારીઓ પાસે રૂપિયા 15 લાખની માંગણી કરવામાં આવી હતી.કર્મચારીઓને જાનથી મારીનાખવાની ધમકી આપતા કંપનીના મેનેજરે રતાડીયા ગામના શખ્સ સામે ફરિયાદ નોધાવી છે.

માંડવી તાલુકાના રતાડીયા ગામે અદાણી કંપનીની જમીન પર ગામના જ શખ્સ સહદેવસિંહ જાડેજાએ ગેરકાયદેસર કબ્જો કર્યો હતો.કંપનીના મેનેજર ભાવેશભાઈ ગીરજાશંકર દવેએ ફરિયાદમાં જણાવ્યું કે રતાડીયા ગામમાં આવેલ સર્વે નંબર 253 પૈકી 1 વાડી ચાર એકર જમીન ગામના બારોટ ગોવિંદ ઉર્ફે પુનશીભારૂભાઈ ના પવારદાર દક્ષેશ વાસુદેવ દવે પાસેથી ખરીદેલ હતી.

જેને ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરવા પ્રોસેસમાં મુકવામાં આવી હતી.એક મહિના અગાઉ કંપનીના કામદારો પવનચક્કી નાખવાના કામ માટે ગયા હતા.તે દરમિયાન મોટારતાડીયા ગામના સહદેવસિંહ જાડેજાએ આ જમીન પર અમારા વડીલોનું હક્ક છે તેવું કહી કામ બંધ કરાવી દીધું હતું.

ત્યારબાદ કંપની દ્વારા જમીનના દસ્તાવેજ અને જરૂરી કાગળો દેખાડી આરોપીને વારવાર સમજાવવાનું પ્રયત્ન કર્યું હતું.તેમ છતા કંપનીના કર્મચારીઓને કામ ન કરવા દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા 15 લાખની માંગણી કરી હતી. કંપની પાસેથી ખોટી રીતે પૈસા પડાવવા માંગતા શખ્સ સામે કંપનીના મેનેજરે ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...