રજૂઆત:ભુજ તાલુકાના 143 મભોયો કેન્દ્રો સંસ્થા પાસેથી પરત લ્યો

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારી સંઘની કલેક્ટર, મામલતદારને રજૂઆત

ભુજ તાલુકામાં ખાનગી સંસ્થાને સોંપાયેલા 143 મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્રો પરત લેવા મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા કલેક્ટર અને મામલતદારને રજૂઅાત કરાઇ છે.ભુજ તાલુકામાં મધ્યાહ્ન ભોજન યોજનાની અમલવારી બે રીતે થાય છે. તાલુકાના કુલ 343 કેન્દ્રો પૈકી 183 પર ખાનગી સંસ્થા અક્ષયપાત્ર દ્વારા અમલવારી થાય છે, જે પૈકી 40 શહેરી વિસ્તારમાં હોઇ ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં 143 કેન્દ્રો પર સંસ્થા દ્વારા યોજનાની અમલવારી થાય છે.

સંસ્થા દ્વારા સવારે 4 વાગ્યે રંધાયેલું ભોજન 40 કિ.મી.નું અંતર કાપીને શાળાઅોમાં પહોંચતું કરાય છે, જે ભોજન બપોરે 2 વાગ્યે પીરસાય છે, જયારે સરકાર હસ્તકના મભોયો સંચાલકો દ્વારા ગરમા-ગરમ ભોજન પીરસાય છે. બાળકોના પોષણના હિતને ધ્યાનમાં રાખીને સંસ્થા પાસે રહેલા 143 કેન્દ્રો પરત લેવા મધ્યાહ્ન ભોજન યોજના કાર્યકારી સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમાઅે માંગ કરી છે. 1600 રૂપિયાના વેતનદાર કર્મચારીઅો તાલુકા મથકોઅે અાવવા-જવાનો વાહતુક ખર્ચે પોતે ભોગવે છે, જેથી અા કર્મચારીઅોના શ્રમના 6 કલાક મુજબ વેતન અાપવા સહિતના મુદ્દે કચ્છ કલેક્ટરને તેમજ ભુજ તાલુકાના ગામડામાં સંસ્થા હતસ્ક રહેલા 143 કેન્દ્રો પરત લેવા મામલતદારને પણ રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...