ચોરી:રામનગરીના બંધ ઘરમાંથી 1.43 લાખની મતા તફડાવાઇ

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પેટ્રોલિંગના દાવા વચ્ચે ચોરો હાથ સાફ કરી ગયા
  • શાકભાજીના વેપારીના ઘરે ચોરી થતા સ્થાનિકે ચિંતા

શહેરના રામનગરી વિસ્તારમાં બંધ ઘરને તસ્કરોએ નિશાને બનાવી રોકડા રૂપિયા 1.20 લાખ સહિત કુલ રૂપિયા 1.43 લાખનો હાથફેરો કરતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ,રામનગરીમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા ધનજીભાઈ વેરશીભાઈ દેવીપુજકે ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે, બનાવ ગત તારીખ 7 સપ્ટેમ્બરથી 10 તારીખ સુધીમાં બનવા પામ્યો છે.

તેમના બંધ ઘરમાં કોઈ અજાણ્યા ઈસમોએ ઘૂસી આવીને તિજોરીમાં રહેલા રોકડા રૂપિયા 1.20 લાખ તેમજ સોના ચાંદીના અન્ય ઘરેણા મળી કુલ રૂપિયા 1.46 લાખની માલમતાની ચોરી કરી હતી. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.આ બનાવ પાછળ જાણભેદુનો હાથ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસ દ્વારા પેટ્રોલિંગના દાવા કરવામાં આવતા હોય છે પરંતુ પેટ્રોલિંગ વચ્ચે જ મધ્યમવર્ગીય પરિવારના 1.43 લાખ રૂપિયાની માલમતા તસ્કરો ઉસેડી જતા આ વિસ્તારના રહીશોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.નવનિયુક્ત પીઆઇ કે.સી. વાઘેલાને પૂછતા તેમણે હજી સુધી કોઈ પુરાવા ન મળ્યા હોવાનું કહ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...