LLM પ્રવેશનો મુદ્દો:મેરીટ લિસ્ટમાં પ્રવેશ માટે હક્કદાર વિદ્યાર્થી 143 અને ખાલી જગ્યા માત્ર 14

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • LLM અભ્યાસક્રમમાં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશનો મુદ્દો
  • આવતીકાલે જે હાજર રહેશે તેઓને મેરીટની અગ્રતા પ્રમાણે પ્રવેશ અપાશે

કચ્છ યુનિવર્સિટીમાં એલ.એલ.એમ.અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેની હાલમાં પ્રવેશપ્રક્રિયા ચાલી રહી છે.સેમેસ્ટર 1 માં પ્રવેશ માટેના ત્રણ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે તેમ છતાં હજી 14 સીટ ભરવાની બાકી છે જેથી બાકી સીટો ભરવા માટે યુનિવર્સિટી દ્વારા આવતીકાલે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.હાલમાં જનરલ કેટેગરીમાં 2,SEBCમાં 1,SC કેટેગરીમાં 11 મળી કુલ 14 જગ્યા ખાલી છે.જોકે મહ્ત્વની વાત ત્યાં છે કે,મેરીટ યાદી પ્રમાણે 143 ઉમેદવારના નામ લિસ્ટમાં છે.જેથી પ્રવેશ કોને આપવો તેને લઈને જાહેરાત કરવામાં આવી છે.

વેબસાઇટમાં અપલોડ કરાયેલી માહિતી પ્રમાણે,આ સીટો પર વિદ્યાર્થીઓને મેરીટ યાદી મુજબ અગ્રતા આપવામાં આવશે જો ગેરહાજર રહેશે તો વિદ્યાર્થી મેરીટ યાદીમાં અગ્રક્રમ ધરાવતો હોવા છતા પ્રવેશ માટે હક્કદાર રહેશે નહીં.તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે,મેરીટ યાદીમાં સમાવેશ કરાયેલ બધા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે હક્કદાર નથી માત્ર ખાલી બેઠકો જ ભરવાની થતી હોઈ તેટલી સીટો માટે જ પ્રવેશ મેળવી શકાશે.

જેથી દરેક વિદ્યાર્થીને આવતીકાલે તા.17 ના સવારે 10:30 ક્લાકે અસલ પ્રમાણપત્રો તથા ફી સાથે રૂબરૂ રૂમ.નં.106, કોમ્પ્યુટર સેન્ટર, ખાતે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.આ સંદર્ભે યુનિવર્સિટીની વેબસાઇટ https://www.kskvku.ac.in ૫૨ વિગતો મુકવામાં આવી છે.મહત્વની વાત એ છે કે,આ કોર્ષની ફી ને લઈને ઘણી અસમંજસતા હતી ત્યારે ફી પણ જાહેર કરવામાં આવી છે.

જેમાં 10,100 ફી નક્કી કરાઈ છે.મેરીટ લિસ્ટની જો વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 104,એસઇબીસીમાં 1,એસસી કેટેગરીમાં 37 ઉમેદવારના નામ મેરીટ લિસ્ટમાં આવ્યા છે.અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી પણ અરજી મંગાવાઈ હતી ત્યારે ગુજરાત યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ પણ પ્રવેશ મેળવ્યો છે.હવે આવતીકાલે પ્રવેશ કોને મળે છે તેને લઈને ભારે ઉત્સુકતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...