નોંધણી:જેલના 14 કેદીઓને ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા સુધી કોચિંગ

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાઠ્યપુસ્તક સહિતનું સાહિત્ય પૂરું પાડી દેવાયું
  • ધો.10ના 31 હજાર, 12ના 11500 છાત્રોઅે નોંધણી કરાવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ 14મીથી 29મી માર્ચ સુધી જાહેર કરી દેવાયો છે, જેમાં કચ્છમાંથી ધોરણ 10ના 31 હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 10 હજાર ઉપરાંત વિજ્ઞાન પ્રવાહ 1500 વિદ્યાર્થીઅોઅે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી પાલારા અને ગળપાદર જેલના 9 કેદીઅો ધોરણ 10 અને 5 કેદીઅો ધોરણ 12ની પરીક્ષા અાપવાના છે.જેલના કેદીઓ પરીક્ષા આપવાના હોવાથી તેઓને કોચિંગ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વિશેષ વિગતો અાપતા જણાવ્યું હતું કે, કુલ 36 બ્લોક છે. પાંચ ઝોન તૈયાર કરવામાં અાવ્યા છે, જેમાં ધોરણ 10ના 3 અને ધોરણ 12ના 2 ઝોન છે. દરેક ઝોનમાં નોડલ અધિકારી નિમી દેવાયા છે.

પરીક્ષા કેન્દ્રોની તપાસથી પૂરી થઈ ગઈ છે. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સી.સી. ટીવી કેમેરા રહેશે. કચ્છની પાલારા અને ગળપાદર જેલના કુલ 15 કેદીઅો પરી્ક્ષા અાપવાના છે, જેમાંથી ધોરણ 10ના 9 અને ધોરણ 12ના 5 કેદીઅોનો સમાવેશ થાય છે. જેમને પાઠ્ય પુસ્તકો પૂરા પાડી દેવાયા છે. સરકારી શાળાના શિક્ષકો કોચિંગ અાપશે. હાલ ગળપાદર જેલના કેદીનોને કોચિંગ અાપવાનું શરૂ કરી દેવાયું છે. કેદીઅો પોલીસ સુરક્ષા હેઠળ પરીક્ષા અાપવાના છે.

અન્ય સમાચારો પણ છે...