કોરોના સંક્રમણ:ગાંધીધામ શહેર-તાલુકામાં 14, ભુજ પંથકમાં 3ને કોરોના

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 14 દર્દીને સ્વસ્થ જાહેર ​​​​​​​કરાયા, સક્રિય કેસ 67 થયા

કચ્છમાં કોવિડના વધુ 17 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ગાંધીધામ શહેર અને તાલુકાના 14 તો ભુજ તાલુકામાં 3 મળીને 17 વ્યક્તિ ચેપી વાયરસથી સંક્રમિત થયા હતા. બીજી બાજુ 14 દર્દીને સ્વસ્થ જાહેર કરાયા હતા તો સક્રિય કેસનો આંક 67 પર પહોંચ્યો હતો.

આરોગ્ય વિભાગે પાઠવેલી યાદી મુજબ ગાંધીધામ શહેરમાં વધુ 12 લોકોના આરટીપીસીઆર ટેસ્ટમાં કોરોના હોવાનું જણાયું હતું જ્યારે તાલુકામાં 2 દર્દી કોવિડની ઝપેટમાં આવ્યા હતા. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોગ વકરી રહ્યો હોય તેમ બુધવારે 9 બાદ ગુરૂવારે વધુ 3 વ્યક્તિ કોવિડમાં સપડાઇ હતી.

જો કે, શહેરમાં એકપણ કેસ નોંધાયો ન હતો. વધુ 14 દર્દીને કોરોના મુક્ત જાહેર કરાયા હતા પણ નવા 17 કેસ સાથે સક્રિય દર્દીનો આંકડો 67 થયો હતો. ઉલ્લેખનીય છે કે, રોગના લક્ષણો હળવા હોવાથી તમામ દર્દીઓ ઘરે સારવાર લઇ રહ્યા છે.

ભુજ તાલુકાના 8 ગામોમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન
કોવિડને પ્રસરતો રોકવા ભુજ તાલુકાના કુકમા ગામમાં એક, માધાપરમાં 2 વિસ્તાર, દેશલપર(વાંઢાય)મા બે વિસ્તાર, મિરઝાપરમાં એક, દહીંસરા, ગોડપર, સરલી અને સુમરાસર જત ગામનો એક એક વિસ્તાર તા.17/7 સુધી માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...