તંત્રની નિષ્ફળતા:કચ્છની પ્રાથમિક શાળાના 138 ઓરડા જર્જરિત, છાત્રો વિના 20 નિશાળ બંધ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા અેક વર્ષનો અહેવાલ છે... અગાઉના વર્ષ તો વિસરાઈ જ ગયા
  • શહેરમાં સરકારી કરતા ખાનગીમાં ભણાવવાની માનસિકતાનું પરિણામ પણ અેક કારણ

કચ્છમાં છેલ્લા અેક વર્ષમાં અેક બાજુ સરકારી પ્રાથમિક શાળાઅોના 138 અોરડા જર્જરિત છે અને બીજી બાજુ 20 શાળાઅો વિદ્યાર્થીઅોની પૂરતી સંખ્યાના અભાવે બંધ કરી અને અન્ય નજીકની શાળામાં મર્જ કરવાની નોબત અાવી છે. જેની પાછળ અનેક કારણો છે. પરંતુ, શહેરમાં સરકારી કરતા ખાનગી શાળામાં ભણાવવાની માનસિકતાનું પણ અેક કારણ છે. જે હોય તે પણ અંતે તો સરકારી તંત્રની નિષ્ફળતા જ છતી થાય છે.

જે શાળામાં અોરડા જર્જરિત હોય અેની અોન લાઈન અેન્ટ્રી શાળાના મુખ્ય શિક્ષક કરતા હોય છે. જેની ખરાઈ કરવા જિલ્લા કક્ષાઅે કાર્યરત સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઅોને જવાબદારી સોંપવામાં અાવે. અેથી વિશેષ અેમની પાસે કોઈ સત્તા અધિકાર નથી. બાકી ગ્રાન્ટ ફાળવણી અને મરંમત કે નવા અોરડા બનાવવાની ટેન્ડરિંગ પ્રક્રિયા પણ રાજ્ય કક્ષાઅેથી થતી હોય છે.

તાજેતરમાં કચ્છ જિલ્લામાં કાર્યરત સમગ્ર શિક્ષા અભિયાને રિપોર્ટ કર્યો હતો કે, ધોરણ 1થી 5ના 2577 વિદ્યાર્થીઅો અને ધોરણ 6થી 8ના 847 વિદ્યાર્થીઅો માટે 165ના મંજુર મહેકમ સામે 138 શિક્ષકો કામ કરે છે. જેમને 138 અોરડાની જરૂરત છે. કેમ કે, જર્જરિત થઈ ગયા છે. બીજી તરફ વિદ્યાર્થીઅોના અભાવે બંધ કરાયેલી અથવા નજીકની અન્ય શાળામાં મર્જ કરાયેલી 20 શાળાઅોનો અહેવાલ છે. જે રિપોર્ટ છેલ્લા અેક વર્ષનો છે. અે અગાઉના વર્ષોમાં તો કેટલીય શાળાઅો બંધ થઈ ગઈ અથવા તો મર્જ થઈ ગઈ, જેથી અેની ગણતરી નવા રિપોર્ટમાં બતાવાતી જ નથી.

અોરડા કરતા શિક્ષકોની ઘટ મોટી સમસ્યા
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શાળામાં અોરડાની ઘટ કરતા પણ શિક્ષકોની ઘટ મોટી સમસ્યા છે. વિદ્યાર્થીઅો હોય અને શિક્ષકો ન હોય તો વાલીઅો સરકારી પ્રાથમિક શાળામાં છાત્રોને મોકલવાનું પસંદ નથી કરતા. પરંતુ, વાલીઅોને અે ખબર જ નથી હોતી કે, સરકારી પ્રાથમિક શાળાઅોમાં ક્વોલિફાઈડ અેટલે કે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો હોય છે. જ્યારે ખાનગી શાળામાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો નથી હોતા. જે સરકારી પ્રાથમિક શાળા કરતા પણ ખાનગી શાળાની મોટી ખામી ગણાય અને વિદ્યાર્થીઅોના અભ્યાસ ઉપર અાડ અસર ઊભી કરનારી ગણાય.

અન્ય સમાચારો પણ છે...