કાર્યવાહી:13.40 લાખના ચીટિંંગના કેસનો ફરાર આરોપી અમદાવાદથી જબ્બે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિરજાપર, રામપર (વે)ના શખ્સો સાથે કરી હતી છેતરપિંડી
  • ​​​​​​​LCBએ ગાંધીધામના ​​​​​​​શખ્સને પકડી ભેદ ઉકેલ્યો

ભુજમાં વાહન લે-વેચનો વ્યવસાય કરતા ભાગીદારોને સસ્તામાં જુના વાહનો આપવાની લાલચ આપીને રૂપિયા 13લાખ 40 હજારની ચીટીંગ કર્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા મુળ ગાંધીધામના હાલ વસ્ત્રા અમદાવાદ રહેતા જયેશ હરીભાઇ ઠકકર નામના શખ્સને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી પરથી અમદાવાદથી દબોચી લઇ ભુજ એ ડિવિઝન પોલીસ મથકનો ઠગાઇના કેસનો ભેદ ઉકેલી લીધો છે.

ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ગત 28 મે 2022ના રોજ નોંધાયેલ છેતરપીંડી વિશ્વાસઘાતના કેસમાં મીરજાપરના ગેરેજ ધારાવતા ઇરફાન રહીમભાઇ કડીવાલ અને તેમના ભાગીદાર રાજેન્દ્રસિંહ જાડેજા સાથે જુની ગાડીઓ વ્યાજબી ભાવે આપવાની લાલચ આપીને આરોપી જયેશે રૂપિયા 13 લાખ 40 હજાર ઠગાઇ કરી હતી. જે સબબ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. આરોપી હાલ અમદાવાદ હોવાની પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમને બાતમી મળતાં એક ટીમ અમદાવાદ પહોંચીને આરોપીને ત્રાગડ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. મુદામાલ માલ રોકડ રૂપિયા રીકવર આગળની તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...