સંસ્થાને ભારે નુકસાન:પાલિકાની 617 દુકાનોનું 1.34 કરોડ રૂપિયા ભાડું બાકી

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • જાહેરનામા મુજબ કાર્પેટ એરિયા બેઈઝ ભાડાની રકમ ન લેવાતા સંસ્થાને ભારે નુકસાન
  • વાર્ષિક માત્ર 23.64 લાખ રૂપિયા માંગણું ઊભું કરાતા ઓડિટમાં વાંધો પણ જવાબ નથી

ભુજ નગરપાલિકાની શહેરમાં કુલ 617 દુકાનો છે. જે ભાડે અાપી દેવાઈ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ કોમર્સિયલ તરીકે મિલકત ગણતા દુકાનોના કાર્પેટ અેરિયા મુજબ ભાડાની રકમ ગણવી જોઈઅે, જેમાં માસિક ભાડાની રકમ સરેરાશ 30 ચોરસ મીટરની દુકાન ગણતા કુલ ભાડું 1 કરોડ 34 લાખ 93 હજાર 790 થાય. પરંતુ, વાર્ષિક માત્ર 23 લાખ 64 હજાર 226 રૂપિયા માંગણું ઊભું કરાયું છે, જેથી અોડિટમાં વાંધો કઢાયો છે.

સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે ભુજ નગરપાલિકા દ્વારા 1999ની 11મી માર્ચે ઠરાવ બાદ તેના કબજામાં અાવેલી દુકાનોના ભાડા વધારવાની કોઈ કાર્યવાહી કરેલી નથી. મિલકતોના ભાવ વધતા હોવા છતાં ભાડા વધારો ન કરવા અંગે કોઈ ખરાઈ કરાવેલી નથી. 2017ની 22મી ફેબ્રુઅારીઅે કારોબારી સમિતિઅે અગાઉના ભાડાને ધ્યાનમાં લીધા વિના જ કર્યો હતો, જેથી ટેક્સ બ્રાન્ચે નવા ઠરાવ મુજબ ભાડાની માસિક અને વાર્ષિક રકમમાં ઘટાડો થાય અેવી નોંધ મૂકી હતી.

જે બાદ ઠરાવ મુલત્વી રખાયો હતો. જોકે, 2017ની 1લી જૂને હાલના દર કરતા બમણા દરે દુકાન ભાડું નક્કી કરવા માટે મુખ્ય અધિકારી, પ્રમુખ, કારોબારી ચેરમેને મંજુરી અાપી હતી. પરંતુ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના ઠરાવ અને જાહેરનામાનો હવાલો અાપતા સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે નોંધ્યું છે કે, બિન રહેણાક મિલકતોના ભારાંક મુજબ તેનો મિલકત વેરો નક્કી કરવાનો રહે છે. જે મુજબ 617 દુકાનોની ગણતરી કરવામાં અાવી નથી, જેથી ભાડાની રકમ મિલકત વેરા કરતા ઘણી જ અોછી અાવી છે. જેના કારણે નગરપાલિકાને અાવકનું નુકસાન થયું છે.

પેટાભાડૂત પાસેથી પરત લેવી
નગરપાલિકા દ્વારા જે ભાડુઅાતોને દુકાન ભાડે અાપેલી છે તે પૈકી કોઈ પેટા ભાડૂઅાતને દુકાન ભાડે અાપેલી હોય તો તે પરત મેળવવાની રહે છે. જે રેકર્ડ નથી.

નામ ટ્રાન્સફરની ફી વધ્યા બાદ કોઈ નોંધ નથી
ભુજ નગરપાલિકા દ્વારા નામ ટ્રાન્સફરની રકમ 2017ની 22મી ફેબ્રુઅારીઅે 50 હજાર અને 1 લાખ સુધી રખાઈ છે. પરંતુ, 2019/20માં કોઈ નામ ટ્રાન્સફર નથી, જેથી ખરાઈ કરવા કહેવાયું છે.

નગરપાલિકાની કયા વિસ્તારમાં કેટલી દુકાનો
વિસ્તારદુકાનોની સંખ્યા
અેસ.ટી. બસ સ્ટેશન પાસે178
વિજય નગર શોપિંગ સેન્ટર48
સ્ટેશન રોડ સિનેમા ઘર પાસે70
દેશલસર તળાવ પાસે62
વેજિટેબલ માર્કેટ પાસે વાણિયાવાડની દુકાનો78
મટન માર્કેટ પાસે74
શહેરની અંદર અન્ય વિસ્તારોમાં50
જૂની વેજીટેબલ માર્કેટ પાસે57
કુલ617
ભાડામાં ફેરફાર કરાયા બાદ માસિક ભાડું
વિસ્તારજૂનું ભાડુંનવું ભાડું
સ્ટેશન રોડ પાસે1301200
ST બસ સ્ટેશન85680
ભીડનાકા બહાર180560
દેશલસર તળાવ150600

​​​​​​

વસુલાતની ટકાવારી 17.87 ટકા
2019ની બાકી8092111
2020નું માંગણું2364226
કુલ બાકી લેણું10456337
2019/20ની વસુલાત1869203
2020ના બાકી રકમ8587134

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...