ભુજના ધોરડો પાસેના સફેદરણમાં આગામી 13 જાન્યુઆરીના રોજ પતંગ મહોત્સવનું આયોજન નિયત થયેલું છે. આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજો અવનવા આકારની રંગબેરંગી પતંગો આકાશમાં ઉડાવી પોતાની કલાના દર્શન કરાવશે. અનોખા પતંગોત્સવને નિહાળવા સ્થાનિક સાથે બહારના સહેલાણીઓ મોટી સંખ્યમાં ઉમટસે એવી સંભાવના છે. ત્યારે પતંગ મહોત્સવ માટે તૈયારીની સમીક્ષા હેતુ ભુજ કલેકટર કચેરી ખાતે સમાંહર્તા દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
પતંગ મહોત્સવમાં 19 દેશના 132 પતંગબાજો ઉપસ્થિત રહેવાના છે ત્યારે તમામની આગતા-સ્વાગતા તેમજ પતંગ ઉત્સવ દરમિયાનની તમામ વ્યવસ્થા અંગે ચર્ચા બાદ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.કાર્યક્રમને અનુરૂપ કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુસંગિક અન્ય વ્યવસ્થા કરવા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, પતંગબાજોનું સન્માન, ઉપરાંત ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, પોલીસ વ્યવસ્થા , ટ્રાફિક નિયમન તથા કોરોના સંબંધિત ગાઇડલાઇનનું પાલન થાય તે બાબત સુનિશ્ચિત કરવા ખાસ સુચના આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.