કોરોનાનો ચેપ:ભુજમાં 13 સાથે જિલ્લામાં વધુ 30 જણાને કોરોનાનો ચેપ

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 દર્દીઓ સ્વસ્થ થતા એક્ટિવ કેસની સંખ્યા 146 થઇ
  • ગાંધીધામમાં 10, નખત્રાણા 4 અને રાપરમાં 3 કેસ નોંધાયા

સોમવારે જિલ્લામાં 30 દર્દીઓને કોરોના વાયરસનું ચેપ લાગ્યો હતો જેની સામે 30 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતની યાદીમાં જણાવ્યા પ્રમાણે ભુજ શહેરમાં 5 અને તાલુકામાં 8 મળી કુલ 13 દર્દીઓને સંક્રમણ લાગ્યું છે, જ્યારે ગાંધીધામ શહેરમાં 6 અને તાલુકામાં 4 કેસ નોંધાયા છે. આ તરફ નખત્રાણા તાલુકામાં 4 અને રાપર શહેરમાં વધુ 3 દર્દીઓ આ મહામારી સપડાયા છે.

આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 146 થઇ છે. હાલ જે કેસો આવી રહ્યા છે તે પૈકી મોટા ભાગના દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. પરિક્ષણ દરમિયાન પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. તમામ દર્દીઓ હળવા લક્ષણોવાળા હોઇ ઘરે જ સારવાર લઇ રહ્યા છે. આ સાથે રસીકરણની ઝુંબેશમાં વધુ 10,213 લોકોએ ડોઝ મુકાવ્યા હોવાનું અખબારી યાદીમાં જણાવી અત્યાર સુધી પ્રિકોશન ડોઝ 1,77,739 લોકોએ મુકાવ્યો હોવાનું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...