વિધાનસભામાં ઉર્જા મંત્રીએ આપી માહિતી:બે વર્ષમાં 1.24 લાખ ખેતીવાડી વીજ ગ્રાહકોને 1195 કરોડની સબસીડી

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભામાં ઉર્જા મંત્રીએ આપી માહિતી

વિધાનસભા ગૃહમાં ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલમાં અપાતી સબસીડી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નો અને તેના સમાધાન ઉપરાંત તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસીડી આપવામાં આવી રહી છે. રાજ્યના ત્રણ જિલ્લાઓ જામનગર, સુરત અને કચ્છના 4,57,329 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ.1762.80 કરોડની સબસીડી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.

કચ્છ જિલ્લામાં બે વર્ષમાં 1,24,941 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂ.1195.78 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં કુલ 61,701 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂ. 549.24 કરોડ સબસીડી ચૂકવવામાં આવી છે. જ્યારે વર્ષ 2022માં કુલ 63,240 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂ.646.54 કરોડની સબસીડી વીજબીલમાં આપવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...